ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતાએ સ્વખર્ચે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું

જામનગરમાં દિવસેને દિવસે કોરોનાથી પરિસ્થિતિ વણસી રહી છે. એક તરફ લોકોને હોસ્પિટલમાં બેડ અને સારવાર માટે ઓક્સિજન નથી મળી રહ્યા. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ સ્વખર્ચે 50 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે.

જામનગર મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતાએ સ્વખર્ચે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું
જામનગર મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતાએ સ્વખર્ચે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું

By

Published : Apr 27, 2021, 6:16 PM IST

Updated : Apr 27, 2021, 7:53 PM IST

  • જામનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ
  • તમામ 50 બેડ ઓક્સિજન સુવિધાથી સજ્જ
  • 8 રૂમમાં 50 બેડની સુવિધા, 24 કલાક સ્ટાફ ખડેપગે

જામનગર: વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં સમગ્ર ગુજરાત કંપી ગયુ છે. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાતા ધાર્મિક સંસ્થાઓ તેમજ ખાનગી કંપનીઓ સહિતના લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર તેમજ હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહ્યા છે. જોકે, જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે 50 બેડની કોવિડ હોસ્પિટલ સ્વખર્ચે તૈયાર કરાવી છે.

જામનગર મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતાએ સ્વખર્ચે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું

આ પણ વાંચો:21 દિવસના સંઘર્ષ બાદ રાજકોટના 80 વર્ષિય વૃદ્ધાએ કોરોનાને આપી માત

વોર્ડ નં. 12માં આવેલી શાળા નં. 26માં શરૂ કરાયું હોસ્પિટલ

વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ વોર્ડ નં. 12માં આવેલી શાળા નં. 26માં કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. શાળાના જુદા જુદા 6 રૂમમાં 50 બેડ રાખવામાં આવ્યા છે. આ તમામ બેડ ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. આ હોસ્પિટલમાં સતત 24 કલાક માટે મહાનગર પાલિકાના આરોગ્ય કર્મીઓ અને વોર્ડ નં. 12ના ખાનગી ડોક્ટર્સ અહીં ફરજ બજાવી રહ્યા છે.

Last Updated : Apr 27, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details