- જામનગરમાં સોનીના ઘરમાં 29 તોલાની ચોરી
- બાતમીના આધારે ચોર પકડાયા
- 131 તોલાની ચોરીનો કેસ વળઉકેલ્યો
જામનગર: જિલ્લાના જામજોધપુરમાં ગત 20મીએ રાત્રે સોનાની ઘડામણ કરતા વેપારીના ઘરેથી 29 તોલા સોનાની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભેજાબાજ ચોર સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા હોવાથી પોલીસ માટે ચોરને પકડવા ચૅલેન્જ બની હતી.
વેપારી પાસેથી જ મેળવી જાણકારી
મૂળ રાજકોટનો ભાવેશ જામજોધપુરમાં પોતાની બહેનના ઘરે આવ્યો હતો ત્યારે સોનાની દુકાને ગયો હતો અને વેપારીને વાતોમાં ફસાઈને દુકાન અને ઘરની જાણકારી મેળવી હતી. બાદમાં પોતાના ત્રણ મિત્રોને લઈ અને રાત્રીના સમયે મકાનનું તાળુ તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : સુરતની એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરીનું ઝડપાયું કૌભાંડ