ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં લોકરક્ષક પરિક્ષાના નવા પરિપત્રનો વકીલોએ કર્યો વિરોધ - શેડ્યુલ કાસ્ટ વકીલ મંડળ એસોસિએશન

રાજ્ય સરકાર દ્વારા જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં SC, ST અને OBC મહિલા ઉમેદવારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે જામનગરના વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

ETV BHARAT
લોકરક્ષક પરિક્ષાના નવા પરિપત્રનો વકીલોએ કર્યો વિરોધ

By

Published : Jan 25, 2020, 7:52 PM IST

જામનગર: લોકરક્ષકની પરિક્ષા લેવાયા બાદ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થતું જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે લોકરક્ષકની પરિક્ષામાં SC, ST અને OBC મહિલા ઉમેદવારોના મેરિટ મુજબ નવો પરિપત્ર જાહેર કર્યો છે. જેથી ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લોકરક્ષક પરિક્ષાના નવા પરિપત્રનો વકીલોએ કર્યો વિરોધ

શેડ્યુલ કાસ્ટ વકીલ મંડળ એસોસિએશને મહિલા ઉમેદવારને અન્યાય થવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે, આ પરિપત્ર તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને જે મહિલા ઉમેદવારોનો મેરિટ યાદીમાં સમાવેશ થતો હોય, તે તમામ ઉમેદવારને નોકરી આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details