ગુજરાત

gujarat

ETV Bharat / city

ભુમાફીયા જયેશ પટેલેને હાજર થવા ફરમાન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું - જામનગરપોલીસ

ભાગેડુ જાહેર કરાયેલા કુખ્યાત ભૂ માફિયાને અદાલતે હાજર થવા વારંવાર ફરમાન કરવામાં આવ્યું છે.

ભુમાફીયા જયેશ પટેલેને હાજર થવા પરમાન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ભુમાફીયા જયેશ પટેલેને હાજર થવા પરમાન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

By

Published : Jan 23, 2021, 9:45 AM IST

  • ભાગેડુ જયેશ પટેલને કોર્ટમાં હાજર થવા ફરમાન
  • જયેશ પટેલ પર જુદા જુદા 42 ગુનાઓ
  • જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં ધરપકડ કરવા ભારતે માગ કરી


જામનગર : જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા રે. જામનગર એ આઇ.પી.સી. કલમ 506(6)‌,120બી, આર્મ્સ એક્ટની કલમ 25(1બી)(એ) તથા જી.પી. એકટની કલમ 135(1) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે.

જયેશ પટેલ પર જુદા જુદા 42 ગુનાઓ

ભુમાફીયા જયેશ પટેલેને હાજર થવા ફરમાન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ધરપકડ વોરંટ ઉપર શેરો થઈ આવેલ છે કે, જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા મળી આવતા નથી. આમ ફરાર થયેલ છે તેથી 9માં એડિ. ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામા દ્વારા ફરિયાદનો જવાબ આપવા અને તેના વિરુદ્ધના કેસમાં જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયાને જાતે હાજર રહેવા જાહેરનામાના 30 દિવસની અંદર કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવેલ છે.

જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી આપીને વિદેશ ભાગી ગયો હતો. જયેશે જેલમાંથી છૂટ્યા બાદ સોપારી આપીને વિદેશ ભાગી ગયા બાદ વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી હતી. તેવામાં હવે તે UKમાં હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details