- રાજ્ય સરકાર દ્વારા ભુમાફિયાઓ સામે લાલ આંખ
- હાલાર પથકમાં ભુમાફિયા થયા ફરી ચક્રીય
- લેન્ડ ગ્રેબિંગ એક્ટની હેઠળ જામનગરમાં 135 ફરિયાદ
જામનગર: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી રીતે જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ પર હવે કાયદાનો સકંજો કસાયો છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. મહેસૂલ વિભાગના મતે રાજ્યમાં 10 કરોડ ચો. મીટર અર્થાત 9 હજાર 742 હેક્ટરથી વધુ જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે. મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ મળીને 4 હજાર 831 ફરિયાદો મળી છે જેના પગલે સરકારી જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરકારી જમીનો પર ભુમાફિયા મેળવી રહ્યા છે કબ્જો
ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં રૂપાણી સરકારે લેન્ડ ગ્રેબિગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગે પણ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે.
લેન્ડ ગ્રેબિંગ કાયદો આવ્યા બાદ પણ ભુમાફિયા જોરમાં