ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લામાં અનાજના બારદાનોની અછત, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો - જામનગરના તાજા સમાચાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને રવિ પાકની લણણી કરવા માટે ખેતરે જવાની પરવાનગી આપી છે, પરંતુ જામનગર જિલ્લામાં પાક ભરવાના બારદાનની તંગી હોવાથી ખેડૂતોનો નવો પ્રશ્ન ઉત્પન્ન થયો છે.

ETV BHARAT
જામનગર જિલ્લામાં ખેડૂતોને અનાજના બારદાનોની અછત

By

Published : Mar 31, 2020, 1:36 PM IST

જામનગર: રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદાર ભાવથી કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવી આપી છે. આ સમય રવિ પાક લણવાનો હોવાથી, સરાકારે પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાઇવર, મજૂરો વગેરેને લોકડાઉન દરમિયાન અવર-જવર કરવાની છૂટ આપી છે.

આ ઉપરાંત સરકારે તૈયાર પાકને ગોડાઉન સુધી લઇ જવાની પરવાનગી પણ આપી છે, પરંતુ લોકડાનમાં ઉત્પાદિત અનાજ ભરવાના ખાલી બરદાન ખરીદીના જિલ્લા-તાલુકાના દરેક સેન્ટરો બંધ હોવાથી ખેડૂતો માટે એક નવી સમસ્યા ઉત્તપન્ન થઈ છે. ખેડૂતોને હાલમાં ઉત્પાદિત જથ્થો ભરવા બરદાનની અછત સર્જાઈ છે.

ખેડૂતોએ બારદાનની ખરીદી કરવના માટે ડબલ કિંમત ચુકવવાની તૈયારી પણ દર્શાવી છે, પરંતુ ખેડૂતોને બારદાન મળતાં નથી. જેથી ખેડૂતો વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો પાસે બરદાનનો પૂરતો સ્ટોક ન હોવાથી ખેતરમાં પડેલો જથ્થો ગોડાઉન કે યાર્ડ સુધી પહોંચાડી શકાતો નથી. જેથી ખેડૂતોએ બારદાનની વ્યવસ્થા કરી આપવા સરકાર પાસે માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details