- વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે Rain Water Harvesting
- જામનગરમાં Rain Water Harvesting થકી કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ
- જિલ્લાની મોટાભાગની સરકારી શાળાઓ કરે છે Rain Water Harvesting
જામનગર : ચોમાસામાં પડતા વરસાદનું પાણી જમીન પરથી દરિયા સુધી પહોંચે છે. જોકે, આ પાણીને ઘરની છત કે પછી ખુલ્લા મેદાનમાં ટાંકી બનાવીને સરળતાથી બચાવી શકાય છે. જેને રેઈન વોટર હાર્વેસ્ટિંગ (Rain Water Harvesting) કહેવામાં આવે છે. જામનગરમાં પણ કેટલાક ખેડૂતો અને મોટાભાગની સરકારી શાળાઓ આ પ્રકારે પાણીનો સંગ્રહ કરી રહી છે.
રેઈન વોટર હાર્વેસ્ટિંગ થી ઉનાળામાં સર્જાતી પાણીની તંગી ટાળી શકાય છે
વિશ્વના અનેક દેશો પાણીને લઈને ચિંતિત બન્યા છે ઈઝરાયેલ જેવા શુષ્ક દેશો પણ Rain Water Harvesting થકી વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરે 10 હજાર લિટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ ટાંકી બનાવીને Rain Water Harvesting થકી વરસાદી પાણીનો સંગ્રહ કરનારા નૂરમહંમદભાઈનું કહેવું છે કે, વિશ્વના અન્ય દેશો જે પ્રકારે વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે, તે પ્રકારે આપણે પણ જાગૃત થવું પડશે. જો વધારેથી વધારે લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે તો ઉનાળામાં સર્જાતી પાણીની તંગી ટાળી શકાય છે.