- કેતન ઇલેક્ટ્રોનિકસે ગ્રાહકો માટે વિવિધ સ્કીમ પાડી બહાર
- એક રૂપિયો ભરો અને વસ્તુની ખરીદી કરોની સ્કિમ પાડી બહાર
- ઈલેક્ટ્રિક વસ્તુઓ લેવા માટે ગ્રાહકોની ભારે ભીડ
જામનગર: જ્યારથી ઓનલાઈન વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે ત્યારથી નાના ધંધાર્થીઓને મોટો ફટકો પડયો છે. જોકે જામનગરના એક વેપારીએ નવો નુસ્ખો અપનાવ્યો છે. દિવાળીના તહેવાર પર ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ સ્કીમો આપી અને ઓનલાઇન સામે સસ્તા ભાવે વિવિધ વસ્તુઓ ગ્રાહકોને આપવા માટે જામનગરમાં શો રૂમ ખોલ્યો.
કેતન ઇલેક્ટ્રોનિકસે ગ્રાહકો માટે વિવિધ સ્કીમો પાડી બહાર એક રૂપિયો ભરો અને વસ્તુની ખરીદી કરો
જામનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી વિવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ કરતા કેતન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આ વર્ષે દિવાળીના તહેવાર પર માત્ર એક રૂપિયો ભરી અને વસ્તુની ખરીદી કરી શકો તેવી સ્કીમ બહાર પાડી હતી. જેના કારણે ગ્રાહકો આકર્ષાયા હતા. પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે.
બમ્પર ઇનામોથી ગ્રાહકો આકર્ષાયા
આમ પણ યંગ જનરેશન ઓનલાઇન ખરીદી કરવાનો વધુ પડતો આગ્રહ રાખતા હોય છે. જોકે ઓનલાઈનમાં અનેક વખત છેતરપીંડીનો ભોગ પણ ગ્રાહકો બનતા હોય છે. ત્યારે કેતન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા ટીવી ફ્રીઝ વોશિંગ મશીન સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુમાં બમ્પર ઇનામો પણ રાખવામાં આવ્યા છે. ઓનલાઈનની સરખામણીએ ઓછા ભાવે વસ્તુઓ વેચવામાં આવી રહી છે.
જો કે ગત વર્ષેની સરખામણીમાં આ વર્ષે કેતન ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકોની એટલી ભીડ જોવા મળતી નથી. કારણકે કોરોનાની મહામારીને કારણે વેપારીઓના ધંધામાં પણ અસર થઈ છે.