- જામનગરમાં ખાનગી સ્કૂલની અનોખી પહેલ, તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી માફ
- બીજી સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓની ફી કરવી જોઈએ માફ
- કોરોનાની મહામારીમાં કે. કે. ઇન્ટરનેશનલ સ્કૂલની પહેલ
જામનગર : કોરોના સંક્રમણ વધવાની સાથે શાળા- કોલેજો બંધ રાખવામાં આવી છે. ગત્ વર્ષે પણ કોરોનાના કારણે શાળા બંધ રહેતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. શાળાઓ બંધ રહેતા ફી અંગે અનેક વખત ફી માફીની માંગણીઓ ઉઠી હતી, ત્યારે જામનગરની ખાનગી સ્કૂલ કે. કે. ઇન્ટરનેશનલ સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી હતી.
જામનગરમાં ખાનગી સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી માફ આ પણ વાંચો : નડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી
વાલીઓની માંગણીઓને ધ્યાને લઇ ફી માફી જાહેર કરી
કોરોના મહામારીના સમયમાં જામનગરની કે. કે. ઇન્ટરનેશનલ ખાનગી શાળા દ્વારા આવકારદાયક નિર્ણય લેતાં વિદ્યાર્થીઓની એક વર્ષની ફી માફ કરી છે. કે. કે. ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોરોના મહામારીના કપરાકાળ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓની માંગણીઓને ધ્યાને લઇ ફી માફી જાહેર કરવામાં આવી છે. શાળામાં 350 જેટલાં વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે.
આ પણ વાંચો : જામનગરના યુવાઓમાં વેક્સિનેશનને લઈને અનેરો ઉત્સાહ, છેલ્લા પાંચ દિવસમાં 9,809 યુવાનોએ વેક્સિન લીધી
વાલીઓ કોરોના કાળમાં અનુભવી રહ્યા છે આર્થિક સંકડામણ
હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગની સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે તમામ સ્કૂલો હજુ પણ વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવી રહી છે, ત્યારે કોરોના કાળમાં વાલીઓ આર્થિક સંકડામણનો અનુભવ કરી રહ્યા છે. આવા સમયે તમામ સ્કૂલોએ ઉદારતા દાખવી અને સ્કૂલની ફી માફ કરવી જોઈએ.