ગુજરાત

gujarat

By

Published : Jan 31, 2022, 7:37 PM IST

ETV Bharat / city

JMC Budget 2022 : જામનગર મહાનગરપાલિકાનું બજેટ થયું રજૂ,જાણો શું વધારો થયો

જામનગર સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજ પત્ર રજૂ કરાયું છે. તેમાં કર દરમાં વધારો નથી પરંતુ અમુક ટિકીટના દરમાં (JMC Budget 2022) વધારો કરાયો છે.કમિશનરઃ

JMC Budget 2022 : જામનગર મહાનગરપાલિકાનું બજેટ થયું રજૂ, શું વધારો થયો તે જાણો
JMC Budget 2022 : જામનગર મહાનગરપાલિકાનું બજેટ થયું રજૂ, શું વધારો થયો તે જાણો

જામનગર:જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂ.853.10 કરોડની પુરાંતવાળું બજેટ (JMC Budget 2022) રજૂ કરવામાં આવ્યું છે. મનપા કમિશનર ખરાડીએ (Jamnagar Commissioner Vijay Kharadi) રજૂ કરેલા બજેટમાં ગત વર્ષના અધૂરા રહેલા કામો પણ છે. કર દરમાં કોઇ વધારો નથી કરવામાં આવ્યો પરંતુ બાગ બગીચા અને રણજિત સાગરની ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રજાજનોની સુખાકારીને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરાયાનો દાવો (Jamnagar Corporation's budget 2022 - 23 ) કરવામાં આવ્યો હતો.

સૌએ સાથે મળીને વિકાસની પગદંડી પર સતત આગે કદમ કરી

2021-22 રીવાઈઝ્ડ અંદાજપત્ર પણ મૂકાયું

જામનગર મહાનગરપાલિકા કમિશનરે બજેટ રજૂ (JMC Budget 2022) કરતાં જણાવ્યું કે 2021-22 રીવાઈઝડ અને સને 2022-23ના ડ્રાફટ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. ધી ગુજરાત પ્રોવિન્સિલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ 1949ની કલમ 95 હેઠળ જામનગર મહાનગ૨પાલિકાનું સને. 2021-22નું રિવાઈઝડ અંદાજપત્ર અને 2022-23નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરતા આનંદની (Jamnagar Commissioner Vijay Kharadi) લાગણી અનુભવું છું.

તેમણે (Jamnagar Commissioner Vijay Kharadi)કહ્યું કે છેલ્લા બે વર્ષની અંદર કુદરતી આપત્તિઓ – રોગચાળો, પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડુ જેવા અનેક કુદરતી પડકારોનો સામનો કરવો પડેલ છે. જેની અનેકવિધ અસરો સમગ્ર માનવજીવનને ક્ષુબ્ધ બનાવેલ છે અને સાથોસાથ સામાજિક માળખુ પણ તેની આડઅસ૨થી મુકત રહી શક્યું નથી. પરંતુ આવી વિકટ અને અપૂર્વ પરિસ્થિતિમાં પણ આ શહે૨એ તથા તેના નગરજનોએ આ વૈશ્વિક આફતને અવસરમાં પલટી નાખવા અથાગ પરિશ્રમ કર્યો છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થા તરીકે જામનગર મહાનગરપાલિકાની વિશેષ જવાબદારી રહી છે અને આટલા પડકારો વચ્ચે પણ સૌએ સાથે મળીને વિકાસની પગદંડી પર સતત આગે કદમ કરી છે.

આ પણ વાંચોઃ Jamnagar Cochlear Implant: હવેથી જી.જી. હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે લાખોના ખર્ચે થતું કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

મહામારી સામે લડવાના પ્રયત્નો વિશે જણાવતાં કમિશનર

કોરોના મહામારી જેવા વૈશ્વિક સંકટ સામે રક્ષણ પુરૂં પાડવા રસીકરણ અમલ બાદ પણ ત્રીજી લહે૨ના આક્રમણમાં પણ જામનગર મહાનગરપાલિકા છેલ્લા એક વર્ષમાં અવિરત વિકાસના નકશાને અપડેટ કરતું રહ્યું છે. શહેરીજનોની સલામતી, સુખાકારી તથા અનિવાર્ય પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમા રાખી અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવેલ છે અને આયોજન મુજબના અનેકવિધ કાર્યો પૂર્ણ (Jamnagar Corporation's budget 2022 - 23 ) કરેલા છે તેની માહિતી કમિશનરે (JMC Budget 2022) આપી હતી.

ગત વર્ષના અધૂરા કામો ક્યારે થશે પૂર્ણ?

ગત વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ (JMC Budget 2022) કરતી વખતે માળખાગત સુવિધાઓ અંતર્ગત અનેકવિધ કામોનું આયોજન રજૂ કરવામાં આવ્યું છે. અંદાજપત્રમાં દર્શાવેલા અનેકવિધ કામો પૈકી ચાલુ નાણાકીય વર્ષમાં ઘણા મહત્વકાંક્ષી પ્રોજેકટો પૂર્ણ કરાયાં હોવાનું કમિશનરે (Jamnagar Commissioner Vijay Kharadi) જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણાના ગુજરાત કનેક્શનની જાણી-અજાણી વાતો

ABOUT THE AUTHOR

...view details