ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજવી જામસાહેબે લોકોને અપીલ કરી, ગણપતિ વિસર્જન ઘરે જ કરો - jamsaheb Shatrusalyasinhji Jadeja

જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા નદી, તળાવમાં ગણપતિ વિસર્જન (ganpati visarjan in Jamnagar) લોકોને અપીલ કરી છે. લોકો ગણપતિ વિસર્જનને લઈને કાયદો વ્યવસ્થા, સરકારના નિયમો, પર્યાવરણની રક્ષા સહિત અનેક વસ્તુ પર જામસાહેબે લોકોને અપીલ કરી છે.(Shatrusalyasinhji Jadeja appeals ganpati visarjan)

જામસાહેબે કરી લોકોને અપીલ, ગણપતિ વિસર્જન ઘરે જ કરો
જામસાહેબે કરી લોકોને અપીલ, ગણપતિ વિસર્જન ઘરે જ કરો

By

Published : Sep 7, 2022, 4:39 PM IST

જામનગરશહેરના રાજવીએ ગણપતિ વિસર્જન લઈને (ganpati visarjan 2022) લોકોને અપીલ કરી છે, ખાસ કરીને લોકો નદીનાળા તેમજ તળાવમાં ગણપતિનું વિસર્જન કરતા હોય જેના કારણે પર્યાવરણને ભારે નુકસાની થતી હોય છે. તેમજ કેટલીક જગ્યા પર પાણી તળ ઉંડા હોય તો બાળકોને લઈને પણ ભય રહેતો હોય છે. ત્યારે જામનગર શહેરન રાજીવીએ લોકોને ગણપતિનું વિસર્જનને (ganpati visarjan in Jamnagar) લઈને અપીલ કરી હતી.

જામસાહેબ શું કરી અપીલ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા નદી તળાવમાં ગણપતિ વિસર્જન કરતા લોકોને તેમના નિવાસસ્થાને બોલાવી, ઘરે પાણીમાં ગણપતિ વિસર્જન કરવાની અપીલ કરી છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કુંડમાં વિસર્જન કરવા માહિતી આપીને સમજાવ્યા હતા. બાપુ શત્રુશલ્યસિંહજી જાડેજાએ કાયદો વ્યવસ્થા અને સરકારના નિયમો, પર્યાવરણની રક્ષા અને જાહેરનામનો અમલ કરવા પણ અપીલ કરી હતી. સાથે સાથે પોલીસ, વહીવટીતંત્ર પણ લોકોને સાથ સહકાર આપે અને મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી. (Jamsaheb appeal Ganpati visarjan)

ગણપતિ બાપાનું વિસર્જન વધુમાં જામસાહેબે જણાવ્યું હતું કે, તેમના નિવાસસ્થાને પણ ભગવાન ગણપતિ બાપાને પાણીના ટબમાં વિસર્જન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આજ કાલ ગણપતિ વિસર્જનને લઈને કઈક માહોલ જુદો જ જોવા મળતો હોય છે. એક તરફ ભક્તોની આસ્થા હોય છે, તો બીજી તરફ આજના યુવાનો ઢોલ, ડીજે સાથે ભારે ઉલ્લાસ નાચતા પણ હોય છે. ત્યારે વધુ પડતા ઉલ્લાસમાં આવવાથી ક્યારેક ધ્યાન ભંગ થતા નાના બાળકો હોય તો તેને લઈને ભય રહેતો હોય છે. તો બીજી તરફ નદી, તળાવ ઉંડા હોય તો તેને લઈને પણ એક ભય જોવા મળતો હોય છે. Shatrusalyasinhji Jadeja appeals ganpati visarjan

ABOUT THE AUTHOR

...view details