આ નરેન્દ્ર પણ ચોકીદાર, અપક્ષમાંથી લડશે ચૂંટણી - Candidate
જામનગરઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે, ત્યારે ચોકીદાર મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ છવાયો છે. જામનગરમાં સેવાસદનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નરેન્દ્રસિંહ પોતે ઓરીજનલ ચોકીદાર છે અને લોકોના પ્રશ્નોનોનું નિરાકરણ કરશે તેઓ દાવો કર્યો છે.
![આ નરેન્દ્ર પણ ચોકીદાર, અપક્ષમાંથી લડશે ચૂંટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2923602-thumbnail-3x2-chowkidar.jpg)
નરેન્દ્રસિંહ જાડેજા
હાલ નરેન્દ્રસિંહ જામનગરના જુદા-જુદા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેં ભી ચોકીદાર' સ્લોગનથી કાર્યકર્તાઓ સાથે વાત કરી છે. કોંગ્રેસે ચોકીદાર ચોર છે. જેવા નારા ચલાવ્યા છે.
નરેન્દ્રસિંહ જાડેજા, અપક્ષ ઉમેદવાર