જામનગર: જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઝ લેબ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ ટેક્નિશિયને રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, જો 8 દિવસમાં તેમના પગારમાં વધારો કરવા સહિત અન્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તમામ લોકો રાજીનામું આપશે.
જામનગરના 50 જેટલા લેબ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટે આપી રાજીનામાની ચીમકી - જામનગરના લેબ ટેક્નિશિયનની રાજીનામાની ચીમકી
કોરોના મહામારી વચ્ચે જામનગર જી.જી.હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા 50 જેટલા લેબ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ ટેક્નિશિયને રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. આ લોકોએ પોતાના પગાર વધારવાની માંગણી સાથે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
જામનગરના 50 જેટલા લેબ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ ટેક્નિશિયનની રાજીનામાની ચીમકી
પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ કોન્ટ્રાકટ બેઝ લેબ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ ટેક્નિશિયન જી.જી.હોસ્પિટલમાં ડીન ઓફિસ ખાતે એકઠા થયા હતા. હાલ આ વિકટ સમયે આ તમામ લેબ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ સ્ટાફ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગણી કરી રહ્યો હતો, છતાં પણ તેમની માંગણીનો સ્વીકાર ન થતાં આખરે તેમણે આ પગલું ભરવી મજબૂર થવું પડ્યું છે.