ગુજરાત

gujarat

ETV Bharat / city

મહારાણા પ્રતાપની પ્રતિમા લગાવવા જામનગરના યુવા રાજપૂત સંગઠને હોબાળો મચાવ્યો - જામનગર યુવા રાજપૂત સંગઠન

જામનગરમાં યુવા રાજપૂત સંગઠને જનરલ બોર્ડની બેઠકના સ્થળે હોબાળો મચાવ્યો હતો. આ સંગઠને શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા લગાવવા અંગે માગ કરી હતી.

ETV BHARAT
મહારાણા પ્રતાપની પ્રતિમા લગાવવા જામનગરના યુવા રાજપૂત સંગઠને હોબાળો મચાવ્યો

By

Published : Jun 26, 2020, 3:58 PM IST

જામનગરઃ શહેરમાં યુવા રાજપૂત સંગઠન દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા લગાવવા માટે ગત ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી છે. આ માટે સંગઠને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આમ છતાં શાસક પક્ષ દ્વારા અત્યાર સુધી પ્રતિમાને મંજૂરી આપવા આવી નથી. જેથી યુવા રાજપૂત સંગઠન દ્વારા શુક્રવારે જનરલ બોર્ડની બેઠકના સ્થળે હોબાળો મચાવ્યો હતો.

મહારાણા પ્રતાપની પ્રતિમા લગાવવા જામનગરના યુવા રાજપૂત સંગઠને હોબાળો મચાવ્યો

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે યોજાયેલી જનરલ બોર્ડમાં બેડેશ્વર ઓવરબ્રિજનું નામકરણ મહારાણા પ્રતાપ રાખવાનો ઠરાવ ઠરાવ પાસ થયો છે, પરંતુ રાજપૂત યુવા સંગઠને આ પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો છે.

યુવા રાજપૂત સંગઠને હોબાળો મચાવ્યો

રાજપૂત યુવા સંગઠનએ આક્ષેપ કર્યો કે, રાજકોટમાં હમીરસિંહ ગોહિલની પ્રતિમા લગાવવાની પરવાનગી આપવામાં આવી છે, તો જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા લગાવવાની પરવાનગી કેમ આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details