- જામનગરમાં પતિ-પત્નીના ઝગડાનો વિડીયો વાયરલ
- પરણિતાએ પતિ અને એક અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી
- અજાણ્યો વ્યક્તિ ફરાર
જામનગર: શહેરમાં આવેલા સેક્શન રોડ પર આવેલી સોસાયટીમાં પતિ પત્ની વચ્ચે ઘર સામાન્ય બાબતને લઈ ડખો થયો હતો. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ પર વાઈરલ થયો હતો. પરણિતાએ સીટી સી ડિવિજનમાં પતિ અને અન્ય એક ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈ પોલીસે મહિલાના પતિની અટકાયત કરી છે.
પતિએ પત્ની પર ચપ્પલ વડે કર્યો હતો હુમલો
મહિલા પોતાના પુત્ર સાથે પતિના ઘરે કોઈ વસ્તુ લેવા આવી હતી તે દરમિયાન દંપતી વચ્ચે ઝગડો થયો હતો. વિડીયોમાં પરણિતા બુમો પાડતી દેખાય છે અને પતિ ચપ્પલ વડે માર મારતો હોવાનું વિડીયો માં દેખાઇ આવે છે. જો કે પત્ની પણ વિડિયોમાં ઝિભાજોડી કરતી હોય મહિલાના પુત્રે જ વિડીયો ઉતારીયો હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો :કઢંગી હાલત ઝડપાયેલા પત્ની અને તેના પ્રેમીને પતિએ અર્ધનગ્ન હાલતમાં થાંભલા સાથે બાંધીને ફટકાર્યા