- વિશ્વના સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે ગુજરાતમાં
- જામનગર સ્થિત 250 એકરમાં બનશે પ્રાણી સંગ્રહાલય
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સહયોગથી બનાવાશે આ સંગ્રહાલય
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલા પીપળી ડેમ નજીક પ્રાણીસંગ્રહાલય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે તે જગ્યાએ ETV ભારતની ટીમે પહોંચીને કામગીરી અંગેનો ચિતાર મેળવ્યો હતો.
પ્રાણીસંગ્રહાલય ગુજરાતને નવી ઓળખ અપાવશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સહયોગથી જામનગરમાં 250 એકરમાં આ ઉદ્યાન બનાવાશે. તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે.
2 વર્ષમાં તૈયાર થશે સંગ્રહાલય
'ગ્રીન્સ ઝુલોજિકલ', 'રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ'ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. જો કે, હવે આગામી 2 વર્ષમાં આ પ્રાણી સંગ્રહાલય તૈયાર થઇ જશે.
પ્રાણીસંગ્રહાલય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રેસ્ક્યૂ સેન્ટર સામાન્ય જનતા માટે ખુલ્લું નહીં રહે જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખુલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.
એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે
આ અંગે પરિમલ નથવાણી જણાવ્યું હતું કે, આજકાલ માનવ અને વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતા સંઘર્ષ નિવારવા રાજ્યના વન વિભાગ માટે મોટો પડકાર છે. આ રેસ્ક્યૂ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ઘણું જ સહાયરૂપ બનશે. એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે અને RIL જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરશે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથેના સંકલનમાં રહીને CZA દ્વારા સમયાંતરે લાદવામાં આવતા નિયમનકારી ધારાધોરણો અનુસાર કરવામાં આવશે.
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય નિર્માણ પામશે
જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં આવેલી રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ઝૂ વિકસાવવામાં આવશે. એમ. કે. દાસે તેવી રજૂઆત કરતી વખતે આ જાહેરાત કરી હતી કે, જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 280 એકર જમીન પર આકાર લેશે.
હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રાણીઓને રાખવામાં આવ્યા હોવાની સૂત્રો દ્વારા મળી માહિતી
થોડા દિવસો પહેલા બનાસકાંઠાના દાંતીવાડામાં બિનવારસી હાલતમાં 4 હાથીઓ મળી આવ્યા હતા અને આ હાથીઓને જામનગર ખાતે લવાયા છે. હાલ ચારેય હાથીઓને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો અન્ય પ્રાણીઓમાં દીપડા તેમજ દેશ વિદેશના પક્ષીઓનું પણ રિલાયન્સમાં આગમન થયું છે. જો કે, વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં દેશ-વિદેશના પશુ-પક્ષીઓને સ્થાન આપવામાં આવશે. ગીરના સિંહ અને આફ્રિકાના સિંહ પણ બાજુમાં જોવા મળશે. જો કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ PRO આશિષભાઈએ કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યા છે.