- જામનગરના કૃષિ સંશોધન કેન્દ્રનાવૈજ્ઞાનિકને શોધી એક નવી રીત
- ભુસુમાંથી બનાવી શકાશે ખાતર
- પ્રદુષણમાં થશે માટો ઘટાડો
જામનગર: મોટાભાગના ખેડૂતો ખેતરમાં પાકનું ઉત્પાદન થઈ ગયા બાદ પાક ભુસુ નિકળતુ હોય છે. જેને ખેડૂતો તેને સળગાવી નાખતાં હોય છે. ખાસ કરીને ઘઉં, બાજરી,શેરડી,એરંડા,કપાસ જેવા પાકમાં ભુસુ નિકળતુ હોય છે. ખેડૂતો તેને બાળી નાખતા હોય છે, જેના કારણે પ્રદુષણ ખૂબ વધી રહ્યું છે.
ભુસાનું ખાતર બનાવી શકાય
જામનગરમાં ખેતીવાડી સંશોધન કેન્દ્રમાં નવતર પ્રયાગ કરવામાં આવ્યો છે. જે સમગ્ર દેશના ખેડૂતોને ઉપયોગી બની શકે છે. કૃષિ કેન્દ્રમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને બાદમાં ઘઉં તેમજ બાજરીની પરાડને રોટાવેટર મારફતે જમીનમાં જ દફનાવી દેવામાં આવે છે. માત્ર 20 દિવસમાં આ પરાડ સડી જાય છે. જો ખેડૂત પાસે પેટનું પાણી હોય તો એક પાણી પણ પીવડાવવું જોઈએ જેના કારણે એક મહિનામાં પરાડનું સેન્દ્રીય ખાતર બની જાય છે.
દિલ્હી બાજૂ આ સમસ્યા વધુ
દિલ્હી ,પજાંબ હરિયાણા અને યુપીમાં ખેડૂતો ઘઉંનું ઉત્પાદન થઈ ગયા બાદ મોટા ભાગે સળગાવવાનું પસંદ કરે છે. સળગેલા ઘઉંની પરાડની રાખ બની જાય છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑને યોગ્ય ખોરાક મળતો નથી જેના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન પણ મળતું નથી. જો ખેડૂતો ભુંસા જમીનમાં જ દાટી દે તો માત્ર 1 મહિનામાં જ સેન્દ્રીય ખાતર બની જાય છે જેના કારણે સૂક્ષ્મ જીવાણુઓને પણ પૂરતો ખોરાક મળી રહે છે.
આ પણ વાંચો : પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક