જામનગર: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જામનગર રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી જામનગર મધ્યે આવેલા લાખોટા તળાવમાં આવ્યું હતું અને લાખોટા તળાવ પણ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેથી લોકો ઘરની બહાર પણ નીકળી ન શકતા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા 5 બોટોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાતભર ચાલેલા આ ઓપરેશનમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે, તો એક યુવકની લાશ પણ રેસ્ક્યુ દરમિયાન મળી આવી છે.
જામનગરમાં ભારે વરસાદ, સોસાયટીઓમાં પાણી-પાણી, 5 બોટથી લોકોનું રેસ્ક્યુ - heavyrain
જામનગર પંથકમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે.
જામનગર
હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન ઉભી થાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
જામનગરમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરીજનોની મુશ્કેલીઓ વધી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થતાં મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.