જામનગર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તેમજ જામજોધપુર પંથકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. જામનગરના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
Jamnagar Rain Update
By
Published : Jul 12, 2021, 7:03 PM IST
જામનગર પંથકમાં વરસાદી માહોલ
વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો
સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો
જામનગર (Rain Update): જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા હતી. જો કે, ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
સ્થળ
વરસાદ
ધ્રાફા
70 MM
ભણગોર
60 MM
પીઠડ
55 MM
ધુંનડા
43 MM
લાલપુર, જામજોધપુર, કાલાવડ પંથકમાં સારો વરસાદ
સમગ્ર પંથકમાં પણ ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. આ વર્ષે પણ મગફળીનું વાવેતર મોટા ભાગના ખેડૂતોએ કર્યું છે. મગફળીના પાકને વરસાદની વધુ જરૂર હોય છે. ત્યારે સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો થશે.
જામનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે જામનગર શહેરમાં છુટા છવાયા ઝાપટા પડ્યા છે. જામજોધપુર, લાલપુર અને કાલાવડ પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે.