- જામનગર જેલમાં 100 કેદીઓએ રાખ્યા ઉપવાસ
- કેદીઓને આપવામાં આવી ફરાળી વાનગી
- લાઈન્સ ક્લબ અને જલારામ મંદિર દ્વારા વિતરણ કરવામાં આવ્યું
જામનગર: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ દરમિયાન સૌ કોઈ ભક્તિલીન થઈ જાય છે અને ઉપવાસ કરી શિવને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે એવામાં જામનગરના જેલના કેદીઓએ ઉપવાસ રાખ્યા છે. જેલ પ્રસાશન દ્વારા કેદીઓને ઉપવાસની વાનગીનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
જામનગર: કેદીઓએ રાખ્યા સોમવારના ઉપવાસ, કેદીઓને આપવામાં આવી ફરાળી વાનગી 100 કેદીઓના ઉપવાસ
જામનગર જિલ્લા જેલમાં પૂર્વ 600 જેટલા કેદીઓ છે તેમાંથી 100 જેટલા કેદીઓ શ્રાવણ મહિનાના સોમવાર પર ઉપવાસ રહ્યા છે અને તેથી લાયન્સ ક્લબ અને જલારામ મંદિર ના સંયુક્ત ઉપક્રમે ફરાળી વાનગી વિતરણ કરવામાં આવી હતી. વનિતા ચેરીટેબલ ટ્રસ્ટના નટુભાઈ ત્રિવેદી તેમજ લાયન્સ ક્લબના સંજયભાઈ ખડેલવાલા સહિતના મિત્રો એ જેલમાં રહેલા કેદીઓને શ્રાવણ મહિના દરમિયાન ફરાળી વાનગી મળી રહે તે માટેનું આયોજન કર્યું હતું જિલ્લા જેલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ નિરૂભા ઝાલાએ પણ મિત્રોની ઓફરને સ્વીકારી હતી અને કેદીઓને ફરાળી વાનગીમાં મળી રહે તે માટેનું આયોજનમાં સહયોગ આપ્યો હતો.પણ ખુશ થયા હતા