ગુજરાત

gujarat

ETV Bharat / city

40 સરકારી મેડિકલ કોલેજમાંથી 500 લેપટોપની ચોરી કરનારા ઈસમને જામનગર પોલીસે ઝડપ્યો

જામનગર સિટી બી પોલીસે એમ પી શાહ મેડિકલ કોલેજમાંથી લેપટોપની ચોરી કરનારા ઈસમને ફરીદાબાદથી દબોચી લીધો છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે, વર્ષો પહેલા તેની ગર્લ ફ્રેન્ડના લેપટોપમાંથી રેગીંગ કરેલો પોર્ન વિડીયો તેને જોયા હતા અને ત્યાર બાદ તે ગૂગલની મદદથી જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં જઈ વિદ્યાર્થીઓના લેપટોપની ચોરી કરતો હતો.

લેપટોપની ચોરી કરનાર ઈસમ
લેપટોપની ચોરી કરનાર ઈસમ

By

Published : Jan 15, 2021, 4:10 PM IST

  • જામનગર પોલીસે લેપટોપની ચોરી કરનારાને ઝડપ્યો
  • અલગ-અલગ સરકારી કોલેજોમાંથી કરતો હતો લેપટોપની ચોરી
  • દેશભરની 40થી વધુ કોલેજોમાંથી 500 લેપટોપની કરી હતી ચોરી

જામનગરઃ સિટી. બી. પોલીસે એમ. પી. શાહ મેડિકલ કોલેજમાંથી લેપટોપની ચોરી કરનારા ઈસમને ફરીદાબાદથી દબોચી લીધો છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે, વર્ષો પહેલા તેની ગર્લ ફ્રેન્ડના લેપટોપમાંથી રેગીંગ કરેલો પોર્ન વિડીયો તેને જોયા હતા અને ત્યાર બાદ તે ગૂગલની મદદથી જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં જઈ વિદ્યાર્થીઓના લેપટોપની ચોરી કરતો હતો.

જામનગર પોલીસે લેપટોપની ચોરી કરનારા ઈસમને ઝડપ્યો
40 સરકારી મેડિકલ કોલેજમાંથી 500 લેપટોપની કરી હતી ચોરીશાતિર દિમાગના આરોપીએ દેશભરની વિવિધ સરકારી મેડિકલ કોલેજને ટાર્ગેટ કરી 40 જેટલી મેડિકલ કોલેજમાંથી તેમણે 500 જેટલા લેપટોપની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. લેપટોપની ચોરી કર્યા બાદ આરોપી તમિલનાડુ અને દિલ્હીમાં એક ડિલરને ત્યાં લેપટોપ વેચી અને પૈસા મોજ શોખમાં વાપરતો હતો.
લેપટોપ
જામનગર પોલીસે ડીલરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાથોડા દિવસો પહેલા જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાંથી 6 લેપટોપની ચોરી થઈ હતી. જામનગર સીટી. બી. ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, આરોપી લેપટોપની ચોરી કર્યા બાદ દિલ્હી નાસી છૂટયો હતો. અહીં એક દિલરને તેમણે લેપટોપ આપી દીધા હતા.મેડિકલ કોલેજમાં સિક્યુટી ગાર્ડને ચકમો આપી કરી લેપટોપની ચોરીયુપીના ફરીદાબાદથી આરોપી જામનગર પહોંચ્યો હતો અને તેમણે ગૂગલમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજનું એડ્રેસ મેળવ્યું હતું અને બાદમાં તેઓ સીધા મેડિકલ કોલેજમાં પ્રવેશ કર્યો હતો અને મેડિકલ કોલેજ ખાતે સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડને પણ આરોપીએ ચકમો આપી લેપટોપની ચોરી કરી હતી.
જામનગર પોલીસે લેપટોપની ચોરી કરનારાને ઝડપ્યો

ABOUT THE AUTHOR

...view details