ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર પોલીસે સુપર માર્કેટ અને બેન્કમાં ચેકીંગ હાથ ધરી વેપારી અને બેન્ક મેનેજર સામે લીધા પગલા - જામનગર સમાચાર

હાલ રાજ્યમાં મીની લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે જામનગરમાં સુપર માર્કેટમાં વેપારીઓ ધંધો કરતા હોવાની પોલીસને બાતમી મળતા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વેપારીઓ પોલીસની આંખે ચડ્યા છે. સુપર માર્કેટમાં વેપારીઓ માસ્ક વિના ફરતા હતા, પોલીસે તે લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી છે.

જામનગર પોલીસે સુપર માર્કેટ અને બેન્કમાં ચેકીંગ
જામનગર પોલીસે સુપર માર્કેટ અને બેન્કમાં ચેકીંગ

By

Published : May 14, 2021, 7:05 AM IST

  • જામનગરમાં પોલીસે વેપારી અને બેન્ક મેનેજર વિરુદ્ધ કરી કાર્યવાહી
  • વેપારીઓ સામે 188ની કલમ લગાવી કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે
  • LCB પોલીસે 4 જુદી-જુદી બેન્કના મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે


જામનગરઃરાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી બેન્કમાં 50 ટકા કર્મચારીઓ સાથે બેન્ક ખુલી શકશે તેવું જણાવ્યું હતું. જો કે, જામનગરની 4 ખાનગી બેન્કમાં તમામ કર્મચારીઓ હાજર હોવાથી LCB પોલીસે 4 જુદી-જુદી બેન્કના મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગર પોલીસે સુપર માર્કેટ અને બેન્કમાં ચેકીંગ

આ પણ વાંચોઃજામનગરની ગ્રેઈન માર્કેટમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

જાહેરનામાનો ભંગ કરતા શખ્સ સામે લેવાયા પગલા

જામનગર LCB, SOG અને પેરોલ ફર્લો સ્કોડને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા અને માસ્ક ન પહેરતા કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો છૂટોદોર પોલીસ વડા દીપેન ભદ્રને આપ્યો છે. ગાઇડલાઇન વિરુદ્ધ ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને વેપારીઓ સામે 188ની કલમ લગાવી કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર પોલીસે સુપર માર્કેટ અને બેન્કમાં ચેકીંગ કરી, વેપાર અને બેન્ક મેનેજર સામે લેવાયા પગલા

આ પણ વાંચોઃભાવનગર: મુખ્ય માર્કેટમાં પ્લાસ્ટિકની દુકાનમાં ચેકિંગ, વેપારીમાં રોષ

50થી વધુ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત ન રહે તેવું જાહેરનામું બહાર પડાયું

જામનગર SOG દ્વારા શહેરમાં જુદી-જુદી જગ્યાએ યોજાયેલા લગ્નમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 50થી વધુ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત ન રહે તેવું રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details