ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર પોલીસે તીન પત્તીનો જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા - gambling of teen patti

જામનગર શહેરમાં સત્યમ કોલોની એરફોર્સ-2ના ગેઈટ સામે આવેલા સીએમ આવાસ યોજનામાં રહેતા શખ્સના મકાનમાંથી તીન પત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને પેરોલ ફર્લો સ્કવોર્ડે રૂપિયા 58 હજાર 500ની રોકડ અને મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂપિયા 4 લાખ 46 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં રણજીતરોડ ઉપરના વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રૂપિયા 10 હજાર 350ની રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જામનગર
જામનગર

By

Published : Dec 21, 2020, 8:25 PM IST

Updated : Dec 21, 2020, 9:30 PM IST

  • જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડની કાર્યવાહી
  • તીન પત્તીનો જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા
  • 58 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

જામનગર: જામનગર શહેરમાં સત્યમ કોલોની એરફોર્સ-2ના ગેઈટ સામે આવેલા સીએમ આવાસ યોજનામાં રહેતા શખ્સના મકાનમાંથી તીન પત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને પેરોલ ફર્લો સ્કવોર્ડે રૂપિયા 58 હજાર 500ની રોકડ અને મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂપિયા 4 લાખ 46 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં રણજીતરોડ ઉપરના વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રૂપિયા 10 હજાર 350ની રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જામનગર પોલીસે તીન પત્તીનો જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા

બે જુદી જુદી જગ્યાઓ પર કર્યા દરોડા

બે જુદી જુદી જગ્યાએ પોલીસે પાડેલા દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં સત્યમ કોલોની એરફોર્સ-2 ગેઈટ સામે આવેલા સીએમ આવાસ યોજનાના મકાનમાં રહેતા રાજેશ ઉર્ફે રાજ્યો ડોલી ભીમશી વરૂ નામનો શખ્સ તેના ફલેટમાં બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ વડા દિપન ભદ્રનની સૂચના અને એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ તથા એએસઆઈ સહિતના સ્ટાફે દરોડો પાડતા રાજેશ વરૂ અને રમેશ નારણ કરંગીયા, રજની વિઠલ સાંગાણી, જીવરાજ જગા નંદાણિયા, વિપુલ શંકરલાલ દામા, નિતીન કાંતિલાલ વાલંભીયા, રમેશ કાબા દોમળીયા, દિલીપ રમણિક પાંભર નામના આઠ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 58 હજાર 500ની રોકડ રકમ અને 27,500ની કિંમતના આઠ મોબાઇલ તેમજ રૂપિયા3.60 લાખના વાહનો મળી કુલ રૂપિયા 4 લાખ 46 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પેરોલ ફર્લો ટીમની ઉમદા કામગીરી

અન્ય એક દરોડામં જામનગર શહેરમાં રણજીત રોડ ઉપરના વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમાડતા શશી ઉર્ફે શશીયો જેન્તી વસાણી અને વિજય રતિલાલ કુબાવત નામના બે શખ્સોને રેઈડ દરમિયાન રૂપિયા 10 હજાર 350ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Dec 21, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details