ગુજરાત

gujarat

ETV Bharat / city

વરિષ્ઠ સંઘ પ્રચારક હરિભાઇ આધુનિકનું નિધન, જામનગર સાંસદ પૂનમ માડમે અર્પી પુષ્પાંજલિ - પૂનમ માડમ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને સંઘના પ્રચારક હરિદાદાનું નિધન થતા સાંસદ પૂનમબેન માડમે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાંસદ પૂનમ માડમે આપી પુષ્પાંજલિ
સાંસદ પૂનમ માડમે આપી પુષ્પાંજલિ

By

Published : Feb 10, 2021, 5:04 PM IST

  • જનસંઘના આજીવન પ્રચારક હરિબાપાનું અવસાન
  • સાંસદ પૂનમ માડમે આપી પુષ્પાંજલિ
  • હાલર પંથકમાં હરિબાપા હતા જનસંઘમાં સક્રીય

જામનગર: શ્રીકૃષ્ણ કર્મભૂમિ દ્વારકાના, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ, સંનિષ્ઠ અને પ્રેરક કાર્યકર્તા, સંઘના પ્રચારક, આજીવન સેવા અને સાદગીના ભેખધારી, ધર્મ અને સંસ્કૃતિના પથદર્શક હરિભાઇ આધુનિક (હરિદાદા)ના નિધનથી સંસદસભ્ય પૂનમબેન માડમે શોક વ્યક્ત કર્યો છે.

પૂનમબેન માડમે વ્યક્ત કર્યો શોક
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાર્થના કરી હતી કે પરમકૃપાળુ પરમાત્મા સદગતનાં આત્માને દિવ્ય ગતિ અને સ્વજનો-સમર્થકોને આ દુૃઃખ સહન કરવાની શક્તિ અર્પે, તેમજ તેમણે સદગતનાં અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details