- ફી વધારા મામલે NSUIનું આવેદનપત્ર
- યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રજૂઆત
- માંગ સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની આપી ચીમકી
જામનગર: NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, એપ્રિલ 2021થી CBSC શાળાઓના નવા સત્ર શરૂ થઈ ગયા છે. હાલ કોરોનાનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આવી પરિસ્થિતીમાં હાલ શાળાઓ શરૂ થવાની શક્યતાઓ નહિવત્ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ફી માટેની નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવેલી નથી.
જિલ્લા શિક્ષણાધિકારીને આપ્યું આવેદનપત્ર આ પણ વાંચો:રાજ્ય સરકારના 25 ટકા ફી માફીના નિર્ણયનો સુરત વાલી મંડળે વિરોધ કર્યો
આ પણ વાંચો:સરકારની ફી માફીના નિર્ણય બાદ FRC સાઇટમાં શાળાની ફી દર્શાવવા વાલીમંડળની રજૂઆત
કોરોનાકાળમાં વાલીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે
મોટાભાગની CBSC શાળાઓ દ્વારા નવા સત્રની સંપૂર્ણ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે, ત્યારે શિક્ષણાધિકારી દ્વારા સરકારના જૂના નિયમ 25 ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કરવા માંગ કરવામાં આવી હતી. જો આ માંગ સંતોષવામાં નહીં આવે અને શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી વસૂલવામાં આવશે તો, આગામી દિવસોમાં NSUI દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.