ગુજરાત

gujarat

ETV Bharat / city

Jamnagar Municipal Corporation: જામનગર મનપાની બેદરકારી, લાખો-કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે - જામનગરની સફાઈ માટેના સાધનો

જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ની બેદરકારીના કારણે લાખો કરોડો રૂપિયાના સાધનો સંકુલમાં ધૂળ ખાઈ રહ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજની ગાડીઓ સહિત સાફસફાઈ માટેના લાખો રૂપિયાના સાધનો ઉપયોગ થયા વગર પડી રહ્યા છે.

Jamnagar Municipal Corporation: જામનગર મનપાની બેદરકારી, લાખો-કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે
Jamnagar Municipal Corporation: જામનગર મનપાની બેદરકારી, લાખો-કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે

By

Published : Mar 29, 2022, 7:14 PM IST

જામનગર:જામનગર મહાનગરપાલિકાના સંકુલમાં લાખો-કરોડો રૂપિયાના સાધનો બિન ઉપયોગી પડી રહેતા મનપા (Jamnagar Municipal Corporation)ની બેદરકારી સામે આવી છે. વિપક્ષ નેતા આનંદભાઇ રાઠોડે સરપ્રાઈઝ ચેકિંગ (Jamnagar Surprise Checking) હાથ ધરતા આ સામે આવ્યું છે.

કરોડો રૂપિયાના સાધનો સંકુલમાં બિનઉપયોગી પડી રહ્યા છે.

આ પણ વાંચો:Rashtrapati Ramnath Kovind Jamnagar Visit : રાષ્ટ્રપતિના આગમનને લઇ જામનગરમાં તૈયારીઓ, ડ્રાઈવ ચાલશે

અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજની ગાડીઓ બિનઉપયોગી હાલતમાં-જામનગર મહાનગરપાલિકાની અણઆવડતને લીધે લાખો-કરોડો રૂપિયાના સાધનો સંકુલમાં બિનઉપયોગી પડી રહ્યા છે. વૃક્ષોના ટ્રી ગાર્ડ, સાફસફાઈ માટેના સાધનો (Equipment for cleaning Jamnagar), અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજની ગાડીઓ (Underground drainage vehicles Jamnagar) સહિતના સાધનો પાલિકાના સંકુલમાં ધૂળ ખાઈ રહ્યા છે.

આ પણ વાંચો:Ramnath Kovind Jamnagar Visit: જામનગરમાં રાષ્ટ્રપતિના રૂટ પર ગરીબી છૂપાવવા તંત્રએ લગાવ્યા સફેદ પડદા

વૃક્ષોના પાંજરા પર ધૂળ ખાઈ રહ્યા છે-એક તરફ સ્વચ્છતા અભિયાનની અને સ્વચ્છતા જાળવવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ લાખો રૂપિયાના બિનઉપયોગી પડેલા સાફસફાઈના સાધનો જામનગર મનપાના સત્તાધિશોને દેખાતા નથી. જામનગરમાં મનપા દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા એ વૃક્ષોના પાંજરા પણ અહીં ધૂળ ખાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details