જામનગર: મેયર બીના કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની બજેટ બેઠકમાં સ્ટે. કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ જામનગર મહાપાલિકાનું 2022નું 853 કરોડના ખર્ચનું બજેટ (Jamnagar Municipal Corporation Budget 2022 ) રજૂ કર્યું હતું. આ તકે તેમણે બજેટની જુદી જુદી દરખાસ્તો તેમજ આગામી વર્ષમાં હાથ ધરવામાં આવનારા વિકાસકામોની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. બજેટમાં 853 કરોડના ખર્ચ સામે 760 કરોડની વર્ષ દરમિયાન આવક દર્શાવવામાં આવી છે.
શહેરના વિકાસ માટે તમામ રીતે સજ્જ બજેટ
જ્યારે બંધ પુરાં 147 કરોડ દર્શાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2021-22માં કોરોના મહામારી, કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડુ વચ્ચે પણ મહાપાલિકાએ પોતાની સેવાઓ અવિરત રાખી છે અને શહેરના વિકાસને પ્રાધાન્ય આપી આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારવા પર જોર આપ્યું છે. આ સિલસિલો આગામી વર્ષમાં પણ યથાવત્ રીતે જાળવી રાખવામાં આવશે. કોઇપણ જાતના નવા કરવેરા વગરના આ બજેટને મંજૂરી આપવા માટે તેમણે બજેટની દરખાસ્તો સાથેની કોપી મેયરને સુપ્રત કરી હતી. ત્યારબાદ બજેટની જુદી જુદી દરખાસ્તો અંગે સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરવામાં આવ્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:AMC Budget 2022: AMCનું સુધારા સાથેનું બજેટ રજૂ, વિપક્ષના નેતાનો આક્ષેપ જનતાને કોઈ લાભ થશે નહિ