જામનગરઃ સાંસદ પૂનમબેન માડમે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી સ્પેશિયલ કોવિડ-19 જી.જી. હોસ્પિટલ અને એમ.પી. શાહ મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી. જે દરમિયાન હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને કોલેજ ડીન પાસેથી તબીબી વ્યવસ્થા અને દર્દીઓની જુદી જુદી સારવાર તેમજ પરીક્ષણ અંગેની વિગતો મેળવી હતી, તેમજ હાલની સ્થિતિ માટે જરૂરી એવુ સઘન માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
જામનગરના સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લીધી - covid special hospital in gujart
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પીટલ અને એમ.પી.શાહ મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી. હાલની સ્થિતિમાં કોરોના મહામારીના સંદર્ભમા હોસ્પિટલમાં વ્યવસ્થા તેમજ ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફની કામગીરીની સમીક્ષા, વહીવટી પ્રક્રીયાઓ ઉપરાંત સુવિધાઓ અને સિદ્ધીના સંદર્ભમાં પ્રતિભાવો આપ્યા હતા.
જામનગરના સાંસદ પૂનમબેન માડમે જી.જી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજની લીધી મુલાકાત
રોટરી ક્લબ ઓફ જામનગરની આ હોસ્પીટલમાં દર્દીઓના સ્વજનોને મદદરૂપ થવા માટેની સેવાકીય પ્રવૃતિઓ થાય છે. મુલાકાત દરમિયાન આ તમામ વિગતો મેળવી તથા પૂનમબેન માડમે તે સેવા પ્રવૃતિમા ભાગ લઇને રોટેરીયન્સને સેવા પ્રકલ્પ માટે બિરદાવ્યા હતા.