જામનગરઃ ETV ભારત પર બે દિવસ પહેલાં જ વસ્તાભાઈ કેશવાલાએ શરૂ કરેલા દાન પુણ્યનો વિશે અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જે બાદમાં આજરોજ સાંસદ પૂનમ માડમ સમર્પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમણે સેવા યજ્ઞનું નિરીક્ષણ કર્યું હતું.
ETV BHARTમાં અહેવાલ પ્રસારિત થતા સાંસદ પહોંચ્યા વસ્તાભાઈ કેશવાલાના સેવા યજ્ઞનું નિરીક્ષણ કરવા - latest news of covid 19
વિશ્વભરમાં કોવિડ-19નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબોની વ્હારે આવી છે. જે લોકોના કામધંધા બંધ છે અને ઘરમાં આવક નથી તેવા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે તેમને ખરા સમયે જામનગરના સેવાભાવી વસ્તાભાઈ કેશવાલાએ મદદ કરી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં 200 જેટલા ગામડાના ગરીબ લોકોને ઘઉં દાનમાં આપ્યા છે.
![ETV BHARTમાં અહેવાલ પ્રસારિત થતા સાંસદ પહોંચ્યા વસ્તાભાઈ કેશવાલાના સેવા યજ્ઞનું નિરીક્ષણ કરવા jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6893522-thumbnail-3x2-jmr.jpg)
જ્યારથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે, ત્યારથી વસ્તાભાઈ કેશવાલાએ ઘઉંનું દાન શરૂ કર્યું હતું. જામનગર, પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં ઘઉં પહોંચડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વર્ષોથી સમર્પણ હોસ્પિટલ ચલાવતા વસ્તાભાઈ કેશવાલાએ સમર્પણ હોસ્પિટલના 27 વર્ષ પૂર્ણ થતા 27 હજાર ઘઉંની ગુણીઓ દાન કરવાની નેમ રાખી છે.
સાથે સાથે જ જ્યારથી લોકડાઉન પૂર્ણ થશે ત્યારબાદ પણ 15 દિવસ સુધી વસ્તાભાઇ કેશવાલા ગરીબ લોકોને ઘઉંનું દાન કરશે. આમ જામનગરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વસ્તાભાઇ કેશવાલા લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં હાલાર પંથકના ભામાસા બન્યા છે અનેક લોકોને મફતમાંં ઘઉં આપી રહ્યા છે.