ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો - Poonam Madam vaccinated

જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સોમવારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલા વેક્સિન સેન્ટરમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. સાંસદે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તમામ લોકોએ ભયમુક્ત થઈ કોરોનાની વેક્સિન લેવી જોઈએ.

જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

By

Published : Apr 5, 2021, 3:20 PM IST

  • સાંસદ પૂનમ માડમે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલા વેક્સિન સેન્ટરમાં રસી લીધી
  • સાંસદના માતા અને તેમના ભાભીએ પણ વેક્સિનનો ડોઝ લીધો

જામનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે, રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજાશમાં ચાલી રહી છે, ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સોમવારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.

સાંસદ પૂનમ માડમે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

આ પણ વાંચોઃ અમદાવાદના મેયર સહિતના AMCના અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી

ભયમુક્ત બની લોકોને રસી લેવા કરાઈ અપીલ

કોરોના સામેની લડાઈમાં રસી અસરકારક સાબીત થઈ રહી છે. સાસંદ પૂનમ માડમે જણાવ્યું કે, દેશમાં વેક્સિનના આ તબક્કામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. કોરોનાની વેક્સિન એ સ્વદેશી બનાવટની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશમાં તમામ લોકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે અગાઉથી પ્લાનિંગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે અન્ય દેશોને પણ કોરોનાની વેક્સિન આપી છે. ત્યારે સાંસદે તમામ લોકોને વેક્સિન લેવાની અપીલ કરી હતી.

સાંસદના માતા અને તેમના ભાભીએ પણ વેક્સિનનો ડોઝ લીધો

આ પણ વાંચોઃ વડોદરામાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસી લીધી

જામનગરમાં અત્યાર સુધીમાં 80 હજાર લોકોને આપાઈ રસી

જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં 80 હજાર લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. સાંસદ પૂનમ માડમે તેની માતૃશ્રી દિનુબેન અને ભાભી શીતલબહેન સાથે ગુરુગોવિદસિંહ હોસ્પિટલમાં આવેલા વેકસીન સેન્ટરમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ABOUT THE AUTHOR

...view details