ગુજરાત

gujarat

ETV Bharat / city

Jamnagar LCB Raid: જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લ્બ પર LCB ટીમનો દરોડો - લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ

જામનગરની સનસીટી સોસાયટીમાં(Suncity Society of Jamnagar) આવેલી હોર્સ ક્લ્બમાં LCBએ દરોડો પાડ્યો હતો. આ ઓપરેશનમાં અટકાયત કરાયેલા 23 લોકોમાં આરીફ ખફી, સચિન મેડમ અને અલુ પટેલનો સમાવેશ થાય છે. LCBની ટુકડીએ(LCB Team Jamnagar) રૂપિયા 8.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Jamnagar LCB Raid: જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લ્બ પર LCB ટીમનો દરોડો
Jamnagar LCB Raid: જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લ્બ પર LCB ટીમનો દરોડો

By

Published : May 12, 2022, 9:13 PM IST

જામનગર:ગઈકાલે રાત્રે, LCBની ટુકડીએ શહેરના સન સિટી વિસ્તારમાં રહેણાંક ભાગમાં એક હાઈ-પ્રોફાઈલ ઘોડીપાસાનો ક્લ્બ(Illegal Money Betting Club) પર દરોડો પાડ્યો હતો, જ્યાં 23 શકમંદો જુગાર રમતા મળી આવ્યા હતા અને રૂપિયા 8.74 લાખની મિલકત જપ્ત કરવામાં આવી હતી. આ દરોડાને લઈને ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.

જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લબ પર એલસીબીનો દરોડો

આ પણ વાંચો:સુરતનાં આંબોલી ગામેથી ઓનલાઈન જુગારધામ ઝડપાયું, LCBએ લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

LCB ટુકડીએ પાડ્યો દરોડા -જામનગરના કાલાવડ નાકા પાસે સનસિટી સોસાયટીમાં રહેતા અબ્દુલ ગફાર ખફી પોતાના ઘરેથી જ ઘોડીપાસા ક્લ્બનું સંચાલન ચલાવે છે. જામનગર અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં જુગારીઓ(Illegal Money Betting) મોટા પાયે જુગારમાં ભાગ લેવા માટે એકઠા થયા છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે(Local Crime Branch Team) આ અંગેની માહિતી મેળવી હતી. LCB PSI કે.કે. ગોહિલ અને તેમના સાથીદારોએ ગતરાત્રે પરિસરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. આ દરોડા દરમિયાન મોટી ભીડ એકઠી થઈ ગઈ અને હારજીતનો જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયો.

પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો વગેરે મળી કુલ 8,74,000ની મુદ્દામાલ કબજે કરી લીધો છે.પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો વગેરે મળી કુલ 8,74,000ની મુદ્દામાલ કબજે કરી લીધો છે.

આ પણ વાંચો:Raid on Gamble place in Sarkhej: સરખેજમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારના અડ્ડાઓ પર પડ્યા દરોડા

જામનગરમાં ઝડપાયેલો હાઈપ્રોફાઈલ જુગારનો કલ્બ -LCBની ટીમે કુલ 23 પૈકી મકાન માલિક અબ્દુલ ગફાર ખફી, ઉપરાંત ફૈઝલ મહંમદ સંધિ, મોહસીન સતા પીંજારા, વસીમ હુસેન મેમણ, વસીમ યુસુફ દરજાદા, અમીન હાસમ ખફી, નજીર કાસમ ખફી, અબ્દુલ રજાક જુમા વાઘેર, અલ્તાફ સતાર આંબલીયા, બહાઉદીન અબ્બાસ ખફી, જાવીદ મહમદહુસેન મેતર, વસીમ હાસમ ખફી, ફૈઝલ હસન આરબ, સાજીદ વલીમામદ પીંજારા, તાહેર સૈફુદ્દીન વોરા, મયુર બુધા કારેઠા, સુનિલ સુરેશ મારુ, સચીન વલ્લભ માડમ, આસિફ અનીશ ખીરા, અસલમ સતાર પીંજારા, આરીફ જુમા ખફી, હારુન સુલેમાન આંબલીયા, તેમજ બીપીન સોમા ચાવડા વગેરેની અટકાયત કરી લીધી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો વગેરે મળી કુલ 8,74,000ની મુદ્દામાલકબજે કરી લીધો છે. ઘોડીપાસાના આ દરોડાને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details