- વધુ એક ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને દબોચ્યો
- જામનગર LCB પોલીસે બાતમીને આધારે કરી ધરપકડ
- પૂછપરછમાં ક્યાથી હથિયાર મેળવ્યાનું ખુલ્યું
જામનગરઃ જિલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના તથા LCB PI કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ LCBના PSI આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી તેમજ સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને પકડી પાડવા અંગે શહેર ભરમાં પેટ્રોલીંગ ચાલી રહ્યું હતું. ત્યારે વધુ એક ગેરકાયદે પીસ્ટલ મળી આવી હતી.
પેટ્રોલિંગ દરમ્યાન LCBના ભગીરથસિંહ સરવૈયા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસે રોડ ઉપર અરૂણ સુધીભાઇ યાદવને પીસ્ટલ તથા કારતુસ સાથે પકળ્યો હતો પોલીસે આરોપી પાસેથી રૂપીયા 25,100ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ આપતા ASI સંજયસિંહ વાળાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હથિયાર આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા તજવીજ