- જામનગરમાં 15 એપ્રિલે ખાસ સામાન્ય સભાનું થયું આયોજન
- જનરલ બોર્ડમાં આઠ સમિતિઓ બનાવવામાં આવી
- જામજોધપુરના તરસાઈમાં ટોયલેટ બ્લોકના કામ પણ મંજૂર
જામનગર: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ સહિતની વિવિધ 8 સમિતિઓની 15 એપ્રિલે વરણી કરવામાં આવી છે.
જામનગરમાં 15 એપ્રિલે ખાસ સામાન્ય સભાનું થયું આયોજન આ પણ વાંચો:ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી
જનરલ બોર્ડમાં તમામ સભ્યો રહ્યા ઉપસ્થિત
આ તકે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કારોબારી સમિતિ સહિત જિલ્લા પંચાયતની વિવિધ 8 જેટલી સમિતિઓની ખાસ સામાન્ય સભામાં 15 એપ્રિલે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કાર્યોને અધ્યક્ષ સ્થાનેથી બહાલી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:વલસાડમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
- વલસાડમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત રાજીવ ગાંધી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત વલસાડ ન્યૂઝ 2020-21નું સુધારેલું અને 2021ના અંદાજપત્રની આવક અને ખર્ચનું વિગત પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 196 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર થયું હતું.