ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Ayurved University in Jamnagar : જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશના કેટલા વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસ જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં (Gujarat Ayurved University in Jamnagar) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું (Global Centre for Traditional Medicine)ભૂમિપૂજન કરવા આવી (PM Modi's visit to Jamnagar) રહ્યાં છે. આ સંસ્થામાં હાલ પણ વિદેશના વિદ્યાર્થીઓ આયુર્વેદ ભણી રહ્યાં છે. કયા કયા દેશના વિદ્યાર્થી(Foreign students in Gujarat Ayurveda University) અહીં અભ્યાસ કરે છે તે વિશે વાંચો આ અહેવાલમાં.

Jamnagar Gujarat Ayurved University : જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં દેશના કેટલા વિધાર્થીઓએ કર્યો અભ્યાસ જાણો
Jamnagar Gujarat Ayurved University : જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં દેશના કેટલા વિધાર્થીઓએ કર્યો અભ્યાસ જાણો

By

Published : Apr 18, 2022, 4:49 PM IST

Updated : Apr 18, 2022, 5:19 PM IST

જામનગર - જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ( Gujarat Ayurved University in jamnagar)છેલ્લા બે દાયકામાં વિદેશી વિદ્યાર્થીઓ આયુર્વેદના પાઠ ભણ્યાં છે. છેલ્લા બે દાયકામાં 946 વિદ્યાર્થીઓ જુદા જુદા દેશમાંથી (Foreign students in Gujarat Ayurveda University)આવ્યાં અને આયુર્વેદના પાઠ શીખ્યા છે. હાલમાં પણ 22 દેશોના 43 વિદ્યાર્થીઓ બેચલર આયુર્વેદ મેડીસીન એન્ડ સર્જરીનો અભ્યાસ કરી રહ્યા છે. ચાર દેશના 5 વિદ્યાર્થીઓનો એમ.ડી.નો અભ્યાસ છે. વિશ્વભરમાં આયુર્વેદને પહોંચાડવા માટે જામનગરની આ સંસ્થા મુખ્ય માઘ્યમ બની છે.

આ સંસ્થામાં હાલ પણ વિદેશના વિદ્યાર્થીઓ આયુર્વેદ ભણી રહ્યાં છે

દેશવિદેશમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ડંકો -આગામી 19મી એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ગ્લોબલ મેડિસિન સેન્ટરનું ભૂમિપૂજન (PM Modi's visit to Jamnagar)કરશે. જોકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વર્ષોથી અહીં કામ કરી રહી છે. દેશવિદેશમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ડંકો વાગી રહ્યો છે. ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ (Foreign students in Gujarat Ayurveda University)મોટી સંખ્યામાં આયુર્વેદ પ્રત્યે આકર્ષાયા છે. નાની મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યાં છે તથા દેશવિદેશમાં આયુર્વેદિકનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.

બે દાયકાથી વિદેશી વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ - જામનગર આયુૃર્વેદ યુનિ.નો( Gujarat Ayurved University in jamnagar) છેલ્લા બે દાયકામાં વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો અનોખો ઇતિહાસ રહેવા પામ્યો છે. જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ એન્ડ આયુર્વેદામાં કાર્યરત ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ આયુર્વેદિક સ્ટુડન્ટ વિભાગમાં છેલ્લા બે દાયકામાં કુલ 115 દેશોના કુલ 946 વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે, જેમાં 26 દેશના 48 વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 3 દેશના 6 વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી હાંસલ કરી છે, આયુર્વેદમાં શોર્ટ ટર્મ ટ્રેનીંગમાં 9 દેશના 604 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરેલો છે.

આ પણ વાંચોઃ જામનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ Global Centre for Traditional Medicine, PM મોદી આવતીકાલે કરશે ભૂમિપૂજન

અલગ અલગ કોર્સમાં અભ્યાસ- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં (Jamnagar Gujarat Ayurved University)કાર્યરત ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ આયુર્વેદ સ્ટડીઝ વિભાગમાં છેલ્લા બે દાયકાથી વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જેમાં બેચલર આયુર્વેદ મેડીસીન એન્ડ સર્જરી વિભાગમાં 25 દેશોના 101 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે 22 દેશોના 43 વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. એમ.ડી.નો અભ્યાસક્રમ અત્યાર સુધીમાં 9 દેશોના 23 વિદ્યાર્થીઓએ પૂર્ણ કર્યો છે અને પાંચ દેશોના 4વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં અભ્યાસ કરી રહ્યા છે. આયુર્વેદમાં 3 દેશોના 6 વિદ્યાર્થીઓએ પીએચડીનો અભ્યાસક્રમ પૂર્ણ કરી તેમના દેશ પરત ફર્યા છે, જ્યારે ઇન્ટ્રોડકશન કોર્સમાં 43 દેશના 162 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને 16 ટર્મ ટ્રેનીંગ કોર્સમાં 9 દેશના 604 વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

આયુર્વેદ મેડીસીન એન્ડ સર્જરી વિભાગ-ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આયુર્વેદ મેડીસીન એન્ડ સર્જરી વિભાગમાં બાંગ્લાદેશના 1 વિદ્યાર્થી, બેલ્જીયમના 3, બ્રાઝીલના 2, કીજીપ રીપના 1, ફીનલેન્ડના 1, ફ્રાન્સના 4, જર્મનીના 2, ઇટલીના 1, જાપાનના 12, કઝાકિસ્તાનના 1, મોરેશીયસના 1, મેકસીકોના 1, નેપાળના 10, નેધરલેન્ડના 2, એનઆરઆઇ સ્પો.ના 26, પોર્ટુગલના 1, રીયુનિયન આઇલેન્ડના 1, રશિયાના 3, સોલવેનિયાના 1, સાઉથ આફ્રીકાના 11, સ્પેનના 1, શ્રીલંકાના 6, સ્વીઝરલેન્ડના 2, થાઇલેન્ડના 1, યુકેના 3, યુએસએના 3 મળી કુલ 25 દેશના 101 વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે.

જ્યારે એમ.ડી. તરીકેનો અભ્યાસ ઇન્ડોનેશનીયાના 1 વિદ્યાર્થી, જાપાનના 2, માલદીવના 1, મોરેસિયસનો 1, નેપાલના 6, નેધરલેન્ડનો 1, સાઉથ કોરીયાનો 1, શ્રીલંકાના 11, યુએસએના 1 મળી 9 દેશના 25 વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. પીએચડીના અભ્યાસક્રમમાં શ્રીલંકાના 4, નેપાલનો 1 અને ઇન્ડોનેશનીયાના 1 વિદ્યાર્થી મળી 3 દેશના 6 વિદ્યાર્થીઓએ પીએચડીની ડીગ્રી (Jamnagar Gujarat Ayurved University)હાંસલ કરી છે.

આ પણ વાંચોઃ Histry Of Gujarat Ayurved University : 1944માં સ્થાપિત જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો અનોખો છે ઇતિહાસ

શોર્ટ ટ્રેનીંગ વિભાગ- આમાં 9 દેશના 604 વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે, જેમાં ચીલીના 313, શ્રીલંકાના 100, સ્પેનનો 1, ઇટાલીનો 1, જાપાનના 4, ભૂતાનના 10, આજેન્ટીનાના 9, તુર્કીસ્તાનના 100 અને બ્રાઝીલના 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

3 મહિનાનો કમ્પલીટ કોર્સ - આ ઉપરાંત આયુર્વેદ યુનિ.માં 3 મહિનાના કમ્પલીટ કોર્સ માટે 43 દેશોના 162 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરેલો છે, જેમાં આર્જેન્ટીના 5, ઓસ્ટ્રેલિયાનો 1, ઓસ્ટ્રીયાના 2, બેલ્જીયમના 2, બ્રિટેનના 1, બ્રાઝીલના 14, કેનેડાના 6, ચીલીના 3, કોલંબીયાના 8, ડેનમાર્કના 1, ઇકોડોરના 1, ઇંગ્લેન્ડનના 1, ફીનલેન્ડના 1, ફ્રાન્સના 19, જર્મનીના 9, ગ્રીસના 1, ગ્વાટેેમાલા 1, આઇલેન્ડના 2, ઇઝરાયલના 6, ઇટલીના 6, જાપાનના 9, લેટવીયાના 1, લ્યુથીનીયાના 1, મેકસીકોના 1, મ્યાનમારના 4, નેધરલેન્ડના 1, પોલેન્ડના 1, પોર્ટુગલના 2, રોમાનીયા 1, રશિયા 2, સાઉથ અરેબીયાના 1, સ્લોવાકીયાના 2, સાઉથ આફ્રીકાના 4, સ્પેનના 5, સ્વીડનનો 1, સ્વીત્ઝરલેન્ડના 5, થાઇલેન્ડના 1, તુર્કીના 5, યુકેનના 4, યુક્રેનના 1, યુએસએ 16, યુગોસ્લાવીયાના 1, ઝીમ્બાબ્વેના 1 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 9 દેશના 604 વિદ્યાર્થીઓએ શોર્ટ ટ્રેનીંગ પૂર્ણ કરેલી છે અને 106 દેશોના 342 વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ પૂ (Foreign students in Gujarat Ayurveda University)ર્ણ કર્યો છે. આમ છેલ્લા બે દાયકામાં (Histry Of Gujarat Ayurved University) 115 દેશના 946 વિદ્યાર્થીઓનો ( Gujarat Ayurved University in jamnagar) સમાવેશ થાય છે.

Last Updated : Apr 18, 2022, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details