ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં ગ્રેઇન માર્કેટ ખાતે 600 જેટલા વેપારીઓને પાસ ઈશ્યુ કરવા કવાયત શરૂ

જામનગરમાં ગ્રીન માર્કેટ ખાતે કરિયાણાના વેપારીઓને પાસ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા જામનગરના પોલીસ વડા શરદ સિંઘલ સાથે વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે કરિયાણાના વેપારીઓને હોલસેલ ખરીદી માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

જામનગરમાં ગ્રેઇન માર્કેટ ખાતે 600 જેટલા વેપારીઓને પાસ ઈશ્યુ કરવા કવાયત શરૂ
જામનગરમાં ગ્રેઇન માર્કેટ ખાતે 600 જેટલા વેપારીઓને પાસ ઈશ્યુ કરવા કવાયત શરૂ

By

Published : May 13, 2020, 3:14 PM IST

જામનગરઃ શહેરના ગ્રીન માર્કેટ ખાતે 600 જેટલા વેપારીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અત્યાર સુધી વેપારી એસોસિયેશન દ્વારા હોલસેલ તેમજ કરિયાણાના વેપારીઓને પાસ ઈશ્યુ કરવામાં આવતા હતા, જોકે હવે પોલીસ તેમજ વેપારી એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી વેપારીઓને પાસ આપવામાં આવી રહ્યા છે.

જામનગરમાં ગ્રેઇન માર્કેટ ખાતે 600 જેટલા વેપારીઓને પાસ ઈશ્યુ કરવા કવાયત શરૂ

ગ્રીન માર્કેટ ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ ઉમટેલા જોવા મળ્યા હતા અને સાંજ સુધીમાં તમામ વેપારીઓને પાસ ઇસ્યુ કરી દેવામાં આવશે તેવી ETV BHARAT સાથેની વાતમાં એસોસિએશન પ્રમુખે આશા વ્યક્ત કરી છે. ગ્રીન માર્કેટ ખાતે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આઇપીએસ સફીન હસન સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details