ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લા પચાયત અને તાલુકા પચાયતમાં યોજશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી,શું છે ચૂંટણી ચિત્ર જુઓ અહેવાલ - ઈટીવી ભારત ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે તમામ પક્ષો હરકતમાં આવ્યાં છે અને રાજકારણમાં શિયાળામાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું શાસન છે. ભાજપ વિરોધ પક્ષ તરીકે ફરજ બજાવી રહ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોનો શાનદાર દેખાવ રહ્યો હતો, જેના કારણે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બોડી બની હતી.

જામનગર જિલ્લા પચાયત અને તાલુકા પચાયતમાં યોજશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી,શું છે ચૂંટણી ચિત્ર જુઓ અહેવાલ
જામનગર જિલ્લા પચાયત અને તાલુકા પચાયતમાં યોજશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી,શું છે ચૂંટણી ચિત્ર જુઓ અહેવાલ

By

Published : Dec 25, 2020, 11:38 AM IST

  • જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં યોજાશે ચૂંટણી
  • જિલ્લા પચાયતની 24 બેઠક અને તાલુકા પચાયતની 112 બેઠકો
  • બંને પક્ષ મજબૂત સ્થિતિમાં હોવાથી કટોકટ હરીફાઈ

જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર જોડિયા ધ્રોલ કાલાવડ સહિતના તાલુકાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. જોકે તાલુકા પંચાયતમાં મોટાભાગની તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.. જિલ્લા પચાયતની 24 બેઠક અને તાલુકા પચાયતની 112 બેઠકો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બે પક્ષ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે.. જિલ્લા પચાયત અને તાલુકા પચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકબલો થવાનો છે.

  • આ 6 તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ

જામનગર તાલુકા પચાયતમાં કુલ 6 તાલુકા પચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં બેઠકવાર જોઇએ તો જામનગર તાલુકા પચાયત, જોડિયા, જામજોધપુર, લાલપુર, કાલાવડ અને ધ્રોલ તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

  • જિલ્લા પંચાયત પર રસપ્રદ બનશે ચૂંટણી

જામનગર જિલ્લા પંચાયત પર છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું શાસન છે.. જોકે આ વર્ષે કોંગ્રેસના સભ્યે જિલ્લા પંચાયતનું સૌથી મોટું બજેટ બનાવ્યું હતું. આ બજેટ પ્રમાણે તેમણે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યોનું કામ પણ કર્યું છે. કોરોના મહામારીના કારણે જે કામ અધૂરા રહી ગયાં છે તે કામ પણ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે સમય મર્યાદા પણ વધારવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details