ગુજરાત

gujarat

By

Published : Dec 23, 2020, 10:40 PM IST

Updated : Dec 23, 2020, 10:56 PM IST

ETV Bharat / city

જામનગર ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીઃ જામજોધપુરથી ત્રણ મોટાગજાના નેતા મેદાને ઉતરે તેવી શક્યતા

ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીના ફોર્મ ભરાવવાના ગણતરીના જ દિવસો બાકી હોય, જામજોધપુર પંથકમાંથી ડાયરેક્ટર તરીકે ચૂંટાવવા માટે ત્રણ મોટાગજાના નેતા મેદાને આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં બ્રિજરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય હાલના જિલ્લા પંચાયતના સદસ્ય હેમત ખવા તેમજ યુવા અગ્રણી ધ્રાફા પંથકના અતુલસિંહ જાડેજા જેમનું પણ સહકારી ક્ષેત્રે ખાસ્સુ એવું નામ છે.

જામનગરની ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી જામજોધપુરથી ત્રણ મોટાગજાના નેતા મેદાને ઉતરે તેવી શક્યતા
જામનગરની ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણી જામજોધપુરથી ત્રણ મોટાગજાના નેતા મેદાને ઉતરે તેવી શક્યતા

  • જામનગરની ડિસ્ટ્રીકટ બેન્કની યોજાશે ચૂંટણી
  • જામજોધપુર પંથકમાંથી ડાયરેક્ટર તરીકે ચૂંટાવા માટે ત્રણ મોટાગજાના નેતા મેદાને ઉતરે તેવી શક્યતા
  • રાજકીય ધૂરંધરો મેદાનમાં આવવાને લઈ જામશે જંગ

જામનગરઃ ડિસ્ટ્રીકટ બેન્કની ચૂંટણીના ફોર્મ ભરાવવાના ગણતરીના જ દિવસો બાકી હોય, જામજોધપુર પંથકમાંથી ડાયરેક્ટર તરીકે ચૂંટાવવા માટે ત્રણ મોટાગજાના નેતા મેદાને આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં બ્રિજરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય હાલના જિલ્લા પંચાયતના સદસ્ય હેમત ખવા તેમજ યુવા અગ્રણી ધ્રાફા પંથકના અતુલસિંહ જાડેજા જેમનું પણ સહકારી ક્ષેત્રે ખાસ્સુ એવું નામ છે.

જામજોધપુર ડિસ્ટ્રીકટ બેન્કમાં થયું હતું ફિકસ ડિપોઝિટ પચાવી પાડવાનું કૌભાંડ

આ ત્રણ રાજકીય ધૂરંધરો મેદાનમાં આવવાની શક્યતા છે ત્યારે મતોની સંખ્યા જોતા મોટાવડીયા 2, ઈશ્વરીયા 1, વનાણા 1, કડબાલ 1, બુટાવદર 1, દેલદેવડીયા 1, આંબરડી ભૂપત 2, તરસાઇ 1, વાંસજાળિયા 2, જામવાડી 2, જામજોધપુર 4, ગીંગણી 2, સિદસર 6, નરમાણા 1, જસાપર 2, ધ્રાફા 3, ગોરખડી 4, ભોજાબેડી 5, હોથિજી ખડબા 6, બાલવા 7 તેમજ પાંચ મંડળી જે નવી બની છે. તેમનો કોર્ટમાં કેસ ચાલે છે. તે હજૂ નિર્ણાયક તબક્કામાં છે. તેમનો નિર્ણય બે-ત્રણ દિવસમાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ત્યારે જામજોધપુર ડિસ્ટ્રીકટ બેન્કમાં ફિકસ ડિપોઝિટ પચાવી પાડવાનું કૌભાંડ પણ થયું છે. જેમની પોલીસ ફરિયાદ કર્મચારી સામે થઇ છે, જે ભોગગ્રસ્તમાં પણ સળવળાટ પેદા થયો છે. ત્યારે આ વખતે આ પંથકમાં નવા-જૂની થશે કે કેમ? તે ચર્ચાનો વિષય છે.

Last Updated : Dec 23, 2020, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details