જામનગર: દરેડ ગામમાં રહેતી યુવતીને લાલપુર તાલુકાના માધવપુર ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે, આ યુવક તેનો પિતરાઈ ભાઈ છે. પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય એ સમય પર જ આધાર રાખે છે. આવો પ્રેમ લાલપુર પંથકનાં પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો હતો, ત્યારે સમાજ (poisoning due to fear of society) આ સંબંધને ક્યારેય નહિ સ્વીકારે તેવા ડરથી અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાય રહી છે.
યુવતીનું મોત અને યુવાનની હાલત ગંભીર
બંનેએ માધુપુર ગામે એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા (Jamnagar Cousin Couple Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત, જ્યારે યુવાન જીવન-મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલાં ખાઈ રહ્યો છે. બંને પિતરાઈએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતાં જ યુવાનના પરિવારજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેને જામનગર હોસ્પિટલ ખસેડ્યાં હતાં, જ્યાં યુવતીને મૃત (Girl death in jamnagar suicide case) જાહેર કરવામાં આવી હતી, જયારે યુવાનની હાલત ગંભીર જણાતાં તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.