ગુજરાત

gujarat

ETV Bharat / city

હે ખાડા દેવ...જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશોને સદબુદ્ધિ આપો - જામનગર કોંગ્રેસે ખાડાનું પૂજન કર્યું

રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રોડ-રસ્તોઓમાં ખાડા પડ્યા છે. જેથી કોંગ્રેસ વિવિધ વિસ્તારોમાં આ ખાડાઓનું પૂજન કરી પોતાનો વિરોધ નોંધાવી રહી છે. જે અંતર્ગત જામનગર કોંગ્રેસે મંગળવારે શહેરમાં પડેલા ખાડાઓનું પૂજન કર્યું હતું.

ETV BHARAT
જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશોને સદબુદ્ધિ આપો

By

Published : Sep 1, 2020, 9:36 PM IST

જામનગરઃ શહેરમાં પડેલા ખાડાઓને લઇને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્ચો હતો. જામનગર કોંગ્રેસે મંગળવારે પટેલ પાર્ક વિસ્તારના રસ્તામાં પડેલા ખાડાઓનું પૂજન કર્યું હતું. આ પૂજન બાદ કોંગ્રેસે એક શિશામાં મેયર હસમુખ જેઠવા અને ડેપ્યુટી મેયર કરશન કરમુરના પૂતળા રાખી આ શિશા દફનાવ્યા હતા.

ખાડા પૂજન

જામનગર શહેરમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક જગ્યાએ રોડ-રસ્તાઓમાં ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. આ તમામ ઘટનાઓએ જામનગર મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશોને સદબુદ્ધિ આપો

આ ખાડા પૂજન પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃવડોદરા શહેર કોંગ્રેસે ખાડા સપ્તાહ કાર્યક્રમ યોજી પાલિકાનો વિરોધ કર્યો

વડોદરા શહેરમાં રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા નિષ્ફળ નિવળેલા વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ શહેર કોંગ્રેસે ખાડા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આંદોલન છેડયું છે. જેના ભાગરૂપે શહેર કોંગ્રેસે સોમવારે મલ્હાર પોઇન્ટ ચાર રસ્તા ખાતે ભ્રષ્ટ શાસનના ખાડા સપ્તાહનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કોંગ્રેસે શહેરમાં પડેલા ખાડાઓમાં છોડવાઓ રોપી, બેનરો, પોસ્ટરો સાથે દેખાવો કર્યો હતો અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી આક્રોશ ઠાલવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details