જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધારાસભ્યને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે, ધારાસભ્ય થવાણી અને મહિલાઓ વચ્ચે નાટકીય રીતે થયેલું સમાધાન સોશિયલ મીડિયામાં પણ છવાયું છે.
જામનગર કોંગ્રેસે ધારાસભ્ય થાવાણીને સસ્પેન્ડ કરવાની ઉઠાવી માંગ - gujarat
જામનગરઃ અમદાવાદના નરોડાના ધારાસભ્ય થાવાણીએ પાણી માટે મહિલા સાથે મારકૂટ કર્યા બાદ નાટકીય રીતે બહેન બનાવી રાખડી બાંધવાનો કિસ્સો મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. પાણીનો પોકાર કરતી નારીને બેફામ માર મારતા ભાજપના ધારાસભ્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા કોંગ્રેસે માંગ કરી છે.
જામનગર કોંગ્રેસે ધારાસભ્ય થાવાણીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવે છે. તેમજ ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.