- લોકોને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા કલેક્ટર દ્વારા સુચના અપાઈ
- કોરોનાની બીજી લહેરની અસર જામનગરમાં પણ જોવા મળી રહી છે
- કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે જિલ્લા કલેક્ટરનો વીડિયો મેસેજ
જામનગરઃગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ ખુબ જ ચિંતાજનક વર્તાઈ રહી છે. ત્યારે, રાજ્યના 4 મહાનગરો પછી હવે નાના શહેરોમાં પણ કોરોનાના કેસ માથુ ઉંચકી રહ્યો છે. આથી, જામનગરમાં સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 124 જેટલા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. જે બતાવે છે કે, જામનગરમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિગંભીર બની રહી છે. ત્યારે, જિલ્લા કલેક્ટરે સોશિયલ મિડીયાના માધ્યમથી વીડિયો મેસેજ મોકલીને કહ્યુ છે કે, લોકો વધુમાં વઘુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે યોગ્ય છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ: અચોક્કસ મુદ્દત સુધી શિરડી સાંઇબાબા મંદિર બંધ કરાયું