જામનગરઃ જીલ્લાના ખેત મજુરો અને શ્રમિકો લોકડાઉનમાં જીલ્લો છોડી બહાર જવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમની સાથે વાત કરતા તંત્રને ધ્યાનમાં આવ્યુ કે, તેમનો મુખ્ય પ્રશ્ન અન્નનો હતો. જેથી તેમને જીવનનિર્વાહ માટે તંત્ર દ્વારા રાશન કિટ આપવામાં આવી હતી. કલેકટરે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 25 હજાર 939 રાશન કીટનું વિતરણ થયુ છે. જેમાંથી સામાજિક સંસ્થાઓ દ્વારા જરુરીયાતમંદ લોકો માટે તંત્રને 18000 જેટલી કિટોનું અનુદાન આપ્યુ છે. જ્યારે અન્ય 19 સામાજિક સંસ્થાઓએ પણ 8000 કીટનું વિતરણ કર્યું છે. આ રાશનકીટોની કલેક્ટર રવિશંકરે પોતે ચકાસણી કરી હતી.
જામનગરના કલેકટર રવિશંકરે રાશન કીટની સમીક્ષા કરી - gujrat corona updates
કોરોના મહામારી અંતર્ગત સરકાર દ્વારા લોકોડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેનાથી ગરીબ શ્રમિકોને બે ટંક જમવાનું પણ નસીબ ન હતુ. ત્યારે સમગ્ર દેશમાંથી સામાજિક સંસ્થાઓ અને તંત્ર દ્વારા રાશનકીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. એમ જ જામનગર જીલ્લામાં ખેત મજુરો અને શ્રમિકો લોકડાઉનમાં જીલ્લો છોડી બહાર જવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તંત્રને ધ્યાનમાં આવ્યુ કે, તેમનો મુખ્ય પ્રશ્ન અન્નનો હતો. જેથી તેમને જીવનનિર્વાહ માટે તંત્ર દ્વારા રાશન કિટ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 25 હજાર 939 રાશન કીટનું વિતરણ થયુ છે.
તેમજ કહ્યુ હતુ કે, શહેરમાં કોઈપણ કોરોનાનો નવો કેસ નથી અને આગળ પણ કોઈ પોઝિટિવ કેસ ન આવે તે માટે તંત્ર દ્વારા પહેલેથી જ તકેદારીના પગલારૂપે વિદેશથી આવેલા અને અન્ય જીલ્લામાંથી આવેલા લોકોની સંપૂર્ણ ચકાસણી કરી છે. તેમજ તેમને કવોરન્ટાઈન સેન્ટરમાં અથવા તો હોમ કવોરન્ટાઈન કરી તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી છે, જેના કારણે આજે જામનગર કોરોના મુક્ત જીલ્લો બન્યો છે.
જીલ્લા તંત્ર અને 21 સ્વયંસેવી સંસ્થાઓએ 3 લાખ 64 હજાર 415 ફૂડ પેકેટ વિતરણ કર્યા છે. આ સિવાય મહાનગરપાલિકા દ્વારા પણ રાશન કીટ અને ફૂડ પેકેટનું વિતરણ થયુ છે. શહેરની સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા રોજ 14 થી 15 હજાર જેટલા લોકોને ભોજન આપવામાં આવી રહ્યુ છે.