- જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે રસીકરણ
- જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે લીધી મુલાકાત
- લોકોને રસી લેવા અને તકેદારી રાખવા માટે આપી સૂચના
જામનગર: જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસીને જરૂરી સૂચનો કર્યા હતા.
જામનગરમાં વધતા કોરોનાના કેસ બન્યા ચિંતાનો વિષય
હોદ્દેદારોએ પોતાની મુલાકાત દરમિયાન વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં સહભાગી થઇને સુરક્ષિત થાય, તેવો અનુરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેમજ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખે.