- જામનગર શહેર પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
- ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા બંને પ્રમુખોની નિમણુંક કરવામાં આવી
- જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની સારી પકડ
જામનગરઃછેલ્લા ઘણા સમયથી શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિમણુંક કરવામાં આવી ન હતી, જો કે હવે ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા બંને પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રમુખો સામેના પડકારો
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની સારી પકડ છે, જો કે શહેરી વિસ્તારમાં છેલ્લા 25 વરસથી ભાજપનું શાસન છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોંગ્રેસે કમબેક કરવું પડશે. થોડા સમયમાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં નવનિયુક્ત પ્રમુખ દિગુભા જાડેજા સામે પણ અનેક પડકારો રહેલા છે. શહેરી વિસ્તારમાં મતદારોના વિશ્વાસ જીતવા તેમજ ભાજપ સામેની લડાઈમાં કોંગ્રેસનો દેખાવ શ્રેષ્ઠ કરવો જેવા અનેક પડકારો રહેલા છે.