- બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હિંસા થઇ હતી
- આ હિંસામાં 12 લોકોના મોત થયા હતા
- જામનગર ભાજપે પ્રતીક ધરણા કર્યાે
જામનગર: બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઇ છે અને મમતા બેનરજીને પૂર્ણ બહુમતી મળી છે ત્યારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બંગાળમાં હિંસા થઇ હતી. જેમાં 12 જેટલા લોકોના મોત નિપજ્યા હોવાના મીડિયા અહેવાલ છે.
Jamnagar BJP protested against Bengal violence આ પણ વાંચોઃ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં જૂનાગઢ ભાજપે કર્યા પ્રતીક ધરણાં
શા માટે ભાજપ રાજ્ય સરકારના નિયમો તોડી રહી છે
જામનગરમાં ભાજપ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે બંગાળ હિંસાના વિરોધમાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના 15 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એક બાજુ રાજ્ય સરકારે તમામ પ્રકારના સભા-સરઘસ અને જાહેર કાર્યક્રમો રદ કર્યા છે તેમ છતાં જામનગર ભાજપે સરકારના નિયમોનો ઉલાળીયો કરી અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
જામનગરમાં ભાજપે બંગાળ હિંસાના વિરોધમાં યોજ્યા પ્રતીક ધરણા હાથમાં બેનર લઈ બંગાળ હિંસાનો કર્યો વિરોધ
જામનગર શહેર મહામંત્રી મેરામણભાઇની આગેવાનીમાં મેનેજમેન્ટ ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યકર્તાઓના હાથમાં બેનર લગાવવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કાર્યકર્તાઓની સંખ્યા વધતા રાજ્ય સરકારના નિયમોનો ભંગ થયેલો હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ આણંદ ભાજપ સંગઠને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં દેખાડો કર્યો