- રાહુલ ગાંધી દ્વારા ગુજરાતીઓના અપમાન મામલે વિરોધ
- જામનગરમાં શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન
- ટાઉનહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન
- રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માંગે તેવી માગણી કરાઈ
- પૂનમબેન માડમ પણ વિરોધ પ્રદર્શનમા જોડાયા
જામનગરઃરાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં આસમ ખાતે ગુજરાત વિરોધી નિવેદનનાં મામલે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર શહેરમાં પણ ટાઉનહોલ ખાતે આવેલ શહેર કોંગ્રેસ કાર્યાલયની સામે શહેર અને જિલ્લા ભાજપે સાથે મળી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માંગે તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.