- નવા બે ફાયર સ્ટેશનો બનાવવાની જાહેરાત
- ટ્રાફિક સમસ્યા દૂર કરવા રીગ રોડ બનાવવામાં આવશે
- નવા સીમાંકનથી ભળેલા વિસ્તાર માટે કોઈ જાહેરાત નહી
જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર - જામનગર સમાચાર
ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જામનગરમાં મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં વિકાસનાં નવા કામોનાં વાયદાઓ અને અધૂરા કામો પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ છે.
જામનગર મ.ન.પા.ની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર
જામનગર: આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોમાં ચૂંટણીને લઈને કેટલાય વાયદાઓ કરવામાં આવ્યા છે. આ સાથે જામનગરમાં હજુ પણ અટકીને પડેલા વિકાસનાં કાર્યોને પૂરા કરવામી ખાતરી પણ આપવામાં આવી છે.