ગુજરાત

gujarat

ETV Bharat / city

ગેમ્સ નહિ પણ જામનગરની 4 વર્ષની હીર છે સંસ્કૃત શ્લોકની દીવાની, કેવી રીતે આપી શકાય આવું ઘડતર

આજના આધુનિક યુગમાં માતાપિતા પોતાના બાળકોને અનોખું બાળપણ(Parent gives Childhood) આપતા હોય છે. એવામાં જામનગરના આકૃતિ હીરપરા કે, જેઓ એક દીકરીના માતા છે. તેઓ પોતાની દીકરીને એવી તાલીમ(Parental Training to child) આપી રહ્યા છે કે, જે સરાહનીય છે . જેમાં તેમની દીકરી ચાર વર્ષની ઉંમરે જે શીખી છે તે અચંબિત કરી દેશે.

ગેમ્સ નહિ પણ જામનગરની 4 વર્ષની હીર છે સંસ્કૃત શ્લોકની દીવાની, કેવી રીતે આપી શકાય આવું ઘડતર
ગેમ્સ નહિ પણ જામનગરની 4 વર્ષની હીર છે સંસ્કૃત શ્લોકની દીવાની, કેવી રીતે આપી શકાય આવું ઘડતર

By

Published : Jul 18, 2022, 6:19 PM IST

જામનગર:આજના યુગના નાનપણથી જ બાળકોને મોબાઈલની લત(Kids Mobile Habits ) લાગી જતી હોય છે. કોરોના કાળ દરમિયાન(During Corona Pandemic ) બાળકો ઘરે રહીને મોબાઈલ તરફ વધુ વળ્યાં પરિણામે બાળકોમાં જરૂરી સંસ્કારોનું સિંચન થયું નથી. જો કે જામનગર રહેતી ચાર વર્ષની હિર હીરપરા મોબાઈલથી દૂર રહે છે. હીરને સંસ્કૃતના પાઠ, ગણિત અને ભાષા શીખવાનો ખુબ જ શોખ છે. હીર પોતાની માતા પાસેથી આ બધું શીખી રહી છે.

આ પણ વાંચો:દેવ ભાષા સંસ્કૃતનું થઈ રહ્યું છે ડીજીટલાઈઝેશન કોણે શરૂ કરી કામગીરી....

ચાર વર્ષની હિરને ઘણું આવડે છે -ચાર વર્ષની હિર હિરપરા LKG કે સ્કૂલ પણ ગઈ નથી, તેમ છતાં તેને ગણિત, ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન(Knowledge of Gujarati and Sanskrit language) ધરાવે છે. હીરને 1થી 100ના અંક, 1થી 10ના પાળા કંઠસ્થ છે. આ સાથે ગુજરાતી બારાખડી આવડે છે. એટલું જ નહીં તે સારી રીતે ગુજરાતી વાંચન પણ કરી શકે છે. અંગ્રેજીની વાત કરીએ તો A TO Zથી શરુ થતા શબ્દો, ABCD પણ આવડે છે. તેને હિન્દીની બારખડી પણ આવડે છે. હીરને આ બધૂ તેના માતા-પિતા જ શીખવી રહ્યા છે.

માતા આકૃતિએ દિકરી હિરની આપી અનોખી આકૃતિ - હિરની માતાનું નામ આકૃતિ છે, જેમણે MSc સુધીનો અભ્યાસ પણ કર્યો છે, તે હાલ ગૃહિણી છે જો કે દિવસભર પોતાની બાળકીમાં સંસ્કારોનું સિંચન કરવાનું કામ કરે છે. હીરની માટે પોતાની બાળકીને યોગ્ય સંસ્કાર મળી રહે તે માટે પોતે પણ મોબાઈલનો ત્યાગ કર્યો હતો. હીરને સુવડાવતી વખતે પણ હાલરડાં ગાવાને બદલે સંસ્કૃતના શ્લોક સંભળાવે છે.

આ પણ વાંચો:Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા

સંસ્કૃતના શ્લોક કડકડાટ -બાળપણથી જ માતા પાસેથી સંસ્કૃતના શ્લોક સાંભળીને મોટી થયેલી હીરને 30થી 40 જેટલા સંસ્કૃતના શ્લોક કંઠસ્થ છે. જેમાં ગાયત્રી મંત્ર(Gayatri Mantra Verse), 12 જ્યોતિલિંગનો મંત્ર, સ્વામિનારાયણના શ્લોક , શનિદેવનો શ્લોક ગણપતિના શ્લોક, સરસ્વતી વંદના, હનુમાન ચાલીસા, વિશ્રામો, 4 અલગ-અલગ આરતી અને ભાવગીત પણ સારી રીતે બોલે છે.

ABOUT THE AUTHOR

...view details