- એરફોર્સના કર્મચારીએ વ્યક્તિ ન લેતા ઈન્ડિયન એરફોર્સે પાઠવી નોટિસ
- શોકોઝ નોટિસ પાઠવતા અરજદાર હાઇકોર્ટના શરણે
- વ્યક્તિએ વ્યક્તિએ લેવી કે નહીં તે તેનો અંગત અધિકાર
જામનગર: ઇન્ડિયન એરફોર્સ(Indian Air Force)માં સેવા બજાવતા કર્મચારીએ કોરોનાની રસી ન લેતા વાયુસેનાએ તેને નોટિસ પાઠવી હતી. આ સામે અંગત અધિકારના ઉલ્લંઘન બદલ અરજદારે ગુજરાત હાઈકોર્ટ(Gujrat High Court)માં અરજી દાખલ કરી હતી. અરજદારની રજૂઆત છે કે વ્યક્તિ એલોપેથી સારવાર લેવી કે આયુર્વેદિક સારવાર(Ayurvedic treatment) લેવી તે તેનો અંગત અધિકાર છે. આ માટે તેને ફરજ પાડી શકાય નહીં વધુમાં ગુજરાત હાઈકોર્ટે આ સામે ઇન્ડિયન એર ફોર્સ અને શોકોઝ નોટિસ પાઠવી છે.
આયુર્વેદ પર વિશ્વાસ
અધિકારી પોતે આયુર્વેદિક સારવાર લેવામાં માને છે અને તેમને કોરોનાની રસી એટલે કે એલોપથી દવા ઉપર આધાર રાખવો યોગ્ય લાગતું નથી. તેથી જસ્ટિસે એ.જે. દેસાઈ અને જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠે ઇન્ડિયન એર ફોર્સ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. ઈન્ડિયન એરફોર્સે તેના કર્મચારીને પાઠવેલી શોકોઝ નોટિસ સામે 1 જુલાઇ સુધી કોઈ પગલાં ન લેવા આદેશ કર્યો છે. ઈન્ડિયન એર ફોર્સમાં સેવા આપતા યોગેન્દ્ર કુમારે ભારતીય વાયુસેનાના કોરલ 10 મે 2021ના રોજ તેમને જાહેર કરવામાં આવેલી કારણદર્શક નોટિસને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.