ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં 252 પોલીસકર્મીની આંતરિક બદલી, LCB અને SOGનું બળ વધ્યું - ધ્રોલ

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જામનગર, કાલાવડ, જામજોધપુર, જોડિયા, ધ્રોલ સહિતના સ્થળોએ પોલીસકર્મીની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લામાં 252 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ એલસીબી અને એસઓજીની તાકાતમાં વધારો જોવા મળશે.

જામનગરમાં 252 પોલીસ કર્મીની આંતરિક બદલી, LCB અને SOGનું બળ વધ્યું
જામનગરમાં 252 પોલીસ કર્મીની આંતરિક બદલી, LCB અને SOGનું બળ વધ્યું

By

Published : Nov 12, 2020, 4:04 PM IST

  • જામનગરમાં પોલીસમાં અનેક સ્થળોએ આંતરિક બદલી કરાઈ
  • જિલ્લામાં 252 પોલીસ કર્મચારીઓની SPએ કરી બદલી
  • SPએ એલસીબી-એસઓજીની તાકાતમાં કર્યો વધારો

જામનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આંતરિક બદલીના ફેરફારોની ચર્ચા ચાલી રહી હતી. તે પોલીસબેડામાં ધરખમ ફેરફારો જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાભરના 252 પોલીસકર્મીઓની આંતર જિલ્લા બદલીઓ પર આખરી મહોર મારી છે.

જામનગરમાં 252 પોલીસકર્મીની આંતરિક બદલી

252 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

જામનગર જિલ્લામાં પોલીસવડા તરીકે જ્યારથી દિપન ભદ્રન આરૂઢ થયા ત્યારથી જ પોલીસ કર્મીઓની બદલીઓની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ લાંબી ચર્ચાઓ અને ગહન વિચારણાને અંતે પોલીસ વડાએ જામનગર એલસીબી, એસઓજી, જોડિયા, જામજોધપુર, શેઠવડાળા, કાલાવડ, સિટી-એ, સિટી-બી, સિટી-સી, પંચકોશી-એ, પંચકોશી-બી, મેઘપર, સિક્કા, હેડ કવાર્ટર, એબ્સ કોન્ડર સ્કવોડમાં ફરજ બજાવતા 252 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

બદલીઓને લઈને પોલીસબેડામાં ચર્ચા
પોલીસની મેઈન સ્ક્વોડ એલસીબી, એસઓજી જેવી શાખાઓમાં બે-ત્રણ લોકોની જ બદલીઓ કરવામાં આવી છે, પરંતુ તેમાં નિમણૂંક વધુ લોકોની કરવામાં આવી છે. શહેરમાં ફરજ બજાવતા લગભગ પોલીસકર્મીઓની નિમણૂંક શહેરમાં જ કરવામાં આવી છે. પોલીસ વડાએ જે આ બદલીનો ગંજિફો ચીપ્યા છે. તેનાથી પોલીસબેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

નવી ભરતીથી એલસીબી-એસઓજીની તાકાત વધશે
જામનગર જિલ્લા પોલીસ બેડામાં એક સાથે 252 પોલીસ કર્મીઓના બદલીઓ થવાની સાથે જેના પર સૌથી વધારે ચર્ચા ચાલી રહી હતી. તે LCB અને SOG બંને વિભાગોમાંથી કર્મચારીઓને બદલાવાની જગ્યાએ તેમાં વધુ કર્મચારીઓની નિમણૂક કરી તેની તાકાતમાં વધારો કરવામાં આવ્યો છે. એલસીબીમાં ફક્ત ત્રણ પોલીસકર્મીઓની બદલી કરી 14ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે SOGમાં વધુ 6 પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. કદાચ આગામી દિવસોમાં LCB, SOG દ્વારા કોઈ મોટું ઓપરેશન પાર પાડવામાં આવે તેવી પણ ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details